Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

શિવસેનાથી ડરીને અનેક પ્રોડયુસરો-ડાયરેકટરોએ છોડયો કંગનાનો સાથઃ એકલી અટુલી પડી ગઇ

જેમની કારર્કિદી-લાઇફ બનાવવામાં કંગનાનો સિંહફાળો છે તે પણ મૌન

મુંબઇ, તા.૧૦: 'તનુ વેડસ મનુ'ના ડિરેકટર આનંદ એલ. રાય અને પ્રોડ્યુસર શૈલેશ સિંહ, 'સિમરન' દ્વારા પહેલી વાર પ્રોડકશન હાઉસ શરૂ કરનારા ડિરેકટર હંસલ મેહતા, 'કવીન'ના ડિરેકટર વિકાસ બહલ અને જેની ફિલ્મ 'પંગા'સાઇન કરવાથી આખી ફિલ્મ ઊભી થઈ એ ડિરેકટર અશ્વિની ઐયર તિવારી સહિતના કેટલાક એવા ડિરેકટર-પ્રોડ્યુસરોએ શિવસેનાની બીકે કંગનાનો સાથ આપવાનું છોડી દીધું છે તો એક ટ્વીટ કરીને પણ કંગનાને સપોર્ટ આપવાની હિંમત આ કોઈએ કરી નથી. કંગનાએ ગઈ કાલે કરેલા સ્ટેટમેન્ટ્સમાં તો તેણે મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે સાથે જ સીધો પંગો લીધો છે. અફસોસની વાત એ છે કે કંગનાએ આ તમામને બોલીવુડમાં એસ્ટેબ્લિશ કરવામાં સિંહફાળો આપ્યો હતો, પણ આજે જયારે કંગનાની કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ પૈકીના કોઈએ કંગનાને સાથ આપવાનું કામ કર્યું નથી.

કંગનાની ટીમ સાથે જોડાયેલી એક વ્યકિતએ ઓફ ધી રેકોર્ડ કહ્યું હતું કે 'કંગનાએ પણ સામેથી કોઈને ફોન નથી કર્યા, પણ તે ફોનની રાહ જોતી હતી કે કોઈ સામેથી ફોન કરે. પણ અફસોસ કે કોઈએ કંગનાને ફોન નથી કર્યો.'

કંગનાની ચારથી વધારે ફિલ્મો લખી ચૂકેલા રાઇટર હિમાંશુ શર્મા સાથે પણ કંગનાને ખૂબ સારા સંબંધો છે. કંગનાને લીધે જ હિમાંશુ અને એકટ્રેસ સ્વરા ભાસ્કર બન્ને નજીક આવ્યાં હતાં પણ હિમાંશુ કે સ્વરા બેમાંથી કોઈએ પણ કંગનાનો કોન્ટેકટ કર્યો નથી. આવું થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ શિવસેના છે.

કંગના સાથે બે ફિલ્મ કરી ચૂકેલા એક પ્રોડ્યુસરે ઓફ ધી રેકોર્ડ  કહ્યું હતું, 'કંગના સાથે અત્યારે જે કંઈ થાય છે એમાં હજી પણ ફીમેલ ફેકટર કામ કરે છે. જો કંગનાની સાથે કોઈ પુરુષ ઉમેરાય તો કોઈ લેશમાત્ર શરમ નહીં રાખે. કંગના સાચી છે કે ખોટી એ પોઇન્ટ નથી. પોઇન્ટ એ છે કે કંગનાએ ખોટી રીતે આખા ઇશ્યુમાં સામેલ થઈ છે. આવું તેને કરવાની જરૂર નહોતી અને આવી બાબતમાં તેણે કોઈના સપોર્ટની અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી.

કંગનાની બહેન અને તેની મેનેજર રંગોલી ચંડેલે કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

કંગનાના એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે 'અસત્યને સૌની જરૂર પડે. કંગનાની વાત કયાંય ખોટી નથી એટલે તેને કોઈની જરૂર નથી.

(9:46 am IST)
  • સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ( CAA ) વિરુધ્ધ દેખાવો દરમિયાન મેંગ્લોરમાં હિંસા આચરવાના આરોપી 21 લોકોને મુક્ત કરી દેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : આ લોકો તોફાનોમાં શામેલ હોવાનું પુરવાર થતું નથી access_time 8:09 pm IST

  • સરહદ ઉપર ટેન્સન વધતું જ જાય છે? અરૂણાચલની સરહદે આખું ગામ ખાલી થઇ ગયું : અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી મેકમોહન લાઇન નજીકના ગ્રામજનોએ તેમનું ગામડું ખાલી કરી નાખ્યું હોવાનું ઇસ્ટમોજો જણાવે છે. અરૂણાચલ પ્રદેશના ઝેમીથાંગ સર્કલથી ૩૦ કી.મી. દૂર સરહદે આવે તાકસાંગ નામનું ગામ છોડીને ગ્રામજનો ભાગી ગયા છે. access_time 11:31 am IST

  • પાકિસ્તાનમાં કલાકારોના ઘરનું ડિમોલિશન નથી થતું : મહેરબાની કરી તમારા વિવાદમાં અમારા દેશને ન સંડોવો : કંગના રનૌતની 48 કરોડ રૂપિયાની ઓફિસનું મુંબઈ મહાપાલિકાએ ડિમોલિશન કરતા તેણે મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી : પાકિસ્તાની પત્રકાર મહિલા મેહર તરારે વાંધો ઉઠાવતા વિવાદમાં ફસાઈ access_time 12:34 pm IST