Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમેરિકામાં થનારી વસતિ ગણતરીમાં ' શીખ ' કોમને વિશિષ્ટ સ્થાન : એશિયન અમેરિકન કોમ્યુનિટીમાં નહીં ગણાય : ટ્રમ્પ વહીવટી તંત્રની મંજૂરી

વોશિંગટન : અમેરિકામાં થનારી વસતિ ગણતરીમાં ' શીખ ' કોમને  વિશિષ્ટ સ્થાન આપવાનું ટ્રમ્પ વહીવટ તંત્રએ મંજુર કર્યું છે. તેથી તેઓ હવે એશિયન  અમેરિકન કોમ્યુનિટીમાં નહીં ગણાય .તેઓ અધર કેટેગરીમાં ટીક કરી શકશે.અને બાદમાં પોતાની શીખ કોમ્યુનિટી તરીકે ઓળખ આપી શકશે.જોકે એશિયા સિવાયના વિસ્તારોમાંથી આવતા શીખો આ અધર્સ કેટેગરીમાં ટીક કરી શકશે કે કેમ તે અંગે તંત્ર દ્વારા ચોખવટ કરાઈ નથી.તેવું સમાચા સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)