Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

80Wash કંપનીના વોશિંગ મશીનમાં એક કપ પાણીમાં માત્ર 80 સેકન્‍ડમાં કપડા ધોઇ શકાયઃ જો પ્રોડક્‍ટ સફળ થાય તો બજારમાં મશીન આવશે

મશીનમાં બે વેરિયન્‍ટ હશેઃ એક 7-8 કિલોની કેપેસીટીવાળુ હશે જ્‍યારે બીજુ 80 કિલોનું કેપેસીટીવાળુ હશે

નવી દિલ્‍હીઃ એક સ્‍ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે માત્ર 80 સેકન્‍ડમાં કપડા માત્ર એક કપ પાણીમાં ધોઇ શકાશે. પાઇલોટ પ્રોજેક્‍ટ સફળ રહ્યો તો માર્કેટમાં આવશે. આ મશીનમાં કપડા ડ્રાઇ સ્‍ટીમથી ધોવાશે.

એક સ્ટાર્ટઅપ કંપનીએ એક એવુ વૉશિંગ મશીન તૈયાર કર્યું છે જે વગર પાણી અને ટિડર્જન્ટથી કપડાં ધોઈ શકે છે. આ વૉશિંગ મશીન બનાવતી કંપનીનો દાવો છે કે આ મશીનમાં કપડા ધોવામાં માત્ર 80 સેકેન્ડ લાગે છે. જોકે મશીનને હાલ માર્કેટમાં લૉન્ચ કરવામાં નથી આવ્યું. પરંતુ જો પાયલોટ પ્રોજેક્ટમાં સફળ રહે છે તો પછી માર્કેટમાં ઉતારવામાં આવશે. આપને જણાવી દઈએ કે કપડાં ધોવામાં પાણીની ખુબ જરૂર પડે છે. અને એટલા માટે જ કંપનીએ આ પ્રકારના વૉશિંગ મશીનને બજારમાં ઉતારવાનો નિર્ણય લીધો. આ સ્ટાર્ટ અપ કંપનીનું નામ છે 80Wash. જોકે કંપનીએ એ વાત પણ જણાવી છે કે જો કપડા વધારે ગંદા હશે તો સાફ થવામાં 80 સેકેન્ડથી વધુ સમય લાગી શકે છે.

5 કપડા ધોવા માટે અડધો કપ પાણી:

જો આપ 5 કપડા ધોઈ રહ્યાં છો તો તેના માટે માત્ર અડધો કપ પાણીની જરૂર પડશે. આ મશીન ડ્રાઈ સ્ટીમથી કપડા ધોવે છે. અને કપડાં ધોવા માટે 80 સેકેન્ડનો સમય લાગે છે.

બે વેરિયંટમાં હશે મશીન:

મશીન બે વેરિયંટમાં ઉપ્લબ્ધ થશે. પ્રથમ વેરિયંટ 7-8 કિલો કેપેસિટી વાળું હશે જ્યારે બીજુ 80 કિલોનું. 7-8 કિલો કેપેસિટી વાળા મશીનમાં કપડા ધોવા માટે અડધો કપ પાણીની જરૂર પડશે. જ્યારે 80 કિલો કેપેસિટી વાળા મશીનમાં 50 કપડાના સાફ કરવા માટે 5થી 6 ગ્લાસ પાણીની જરૂર પડશે.

વૉશિંગ મશીન માટે જોવી પડશે રાહ:

આ મશીન હાલ માર્કેટમાં લૉન્ચ નથી થયું. કંપનીનો હાલ પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કંપનીએ તેની સર્વિસ ચેક કરવા માટે ચંદીગઢ, પંચકુલા અને મૌહાલીની હોસ્પિટલોમાં લગાવ્યા છે. આ મશીનને પંજાબ અને હરિયાણા સરકારથી મંજૂરી મળી ગઈ છે.

(5:47 pm IST)