Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

એલોન મસ્‍કે ટેસ્‍લાના ૭.૯ મિલિયન શેર વેચ્‍યા

મામલો ટ્‍વીટર ખરીદવાનો હતો અને પછી બેકડાઉન થઈ ગયો

ન્‍યુયોર્ક, તા.૧૦: ટેસ્‍લાના સીઈઓ એલોન મસ્‍ક ફરી ચર્ચામાં છે. મામલો ટ્‍વીટર ખરીદવાનો હતો અને પછી બેકડાઉન થઈ ગયો આ દરમિયાન તેમણે ટેસ્‍લાના લાખો શેર વેચી દીધા. ‘એક અહેવાલમાં જણાવાયું છે કે મસ્‍કએ  $૬.૮૮ બિલિયનના ૭.૯૨ મિલિયન (૭૯ લાખ) શેર વેચ્‍યા છે. આ અહેવાલ નાણાકીય ફાઇલિંગને ટાંકીને બહાર આવ્‍યો છે. ફાઇલિંગ દર્શાવે છે કે એલોન મસ્‍કએ આ શેર ૫ ઓગસ્‍ટથી ૯ ઓગસ્‍ટ વચ્‍ચે ટ્રાન્‍ઝેક્‍શન કર્યા છે. શેરનું વેચાણ આ?ર્યજનક છે કારણ કે મસ્‍ક ભૂતકાળમાં કહી ચૂકયા છે કે તેમની ટેસ્‍લાને વેચવાની કોઈ યોજના નથી. તો સવાલ એ છે કે આટલી મોટી રકમના શેર કેમ વેચવામાં આવી રહ્યા છે.

આ વર્ષના એપ્રિલના અંતમાં એલોન મસ્‍કએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ‘ભવિષ્‍યમાં ટેસ્‍લાને વેચવાની કોઈ યોજના નથી'. જ્‍યારે સત્‍ય એ છે કે તે જ અઠવાડિયે ફાઇનાન્‍શિયલ પ્‍લાનિંગ એટલે કે SEC ફાઇલિંગમાં જાણવા મળ્‍યું કે ટેસ્‍લા અને સ્‍પેસએક્‍સના સીઇઓ મસ્‍ક તેમની ઇલેક્‍ટ્રિક કાર કંપનીના શેર બલ્‍કમાં વેચી રહ્યા છે. આ વેચાણ ઼૮.૪ બિલિયન હોવાનું કહેવાય છે.

(4:05 pm IST)