Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સરહદપારથી ઘુસી ચૂકયા છે ઘણા આતંકવાદીઓઃ પઠાણકોટ-જમ્‍મુ હાઇવે અને રેલ્‍વે ટ્રેક પર હુમલાનું જોખમ

હાઇ એલર્ટ પર છે જમ્‍મુ-કાશ્‍મીર

જમ્‍મુ-કાશ્‍મીરમાં સુરક્ષા દળોને હાઇએલર્ટ પર એટલા માટે રાખવામાં આવ્‍યા છે કેમકે જણાવાઇ રહ્યુ  છે કે કેટલાક આતંકવાદીઓ હુમલા કરી શકે છે. અધિકારીઓ અનુસાર, આતંકવાદીઓના નિશાન પર જમ્‍મુ-પઠાણકોટ હાઇવે પર સ્‍થિત સૈનિક સંસ્‍થાનો ઉપરાંત ઇન્‍ટરનેશનલ બોર્ડર નજીકથી પસાર થતી રેલ્‍વે લાઇન પણ છે. બીએસએફ પછી સેનાના અધિકારોઓએ પણ આવી આશંકા વ્‍યકત કરી છે.

ઘૂસણખોરી કરનાર આતંકવાદીઓની સંખ્‍યા જાહેર કરવામાં અસમર્થતા વ્‍યકત કરતા અધિકારીઓએ કહ્યુ કે કેટલાક આતંકવાદીઓ એલઓસી અને આંતરરાષ્‍ટ્રીય બોર્ડર ક્રોસ કરવામાં સફળ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી પાક સેના દ્વારા એલઓસી પર ડ્રોનો દ્વારા સુરક્ષાદળોનું ધ્‍યાન બંટાવીને આવા પ્રયાસો સફળ બનાવાયા છે.

જો કે જમ્‍મુ સરહદ પર હાલતો ફાયરીંગની કોઇ ઘટના નથી બની પણ વરસાદના કારણે નદી નાળા વાળા વિસ્‍તારોમાં તારની વાડને થયેલા નુકસાનનો લાભ આતંકવાદીઓએ ઉઠાવ્‍યો છે. બીએસએફ અધિકારીઓનું કહેવુ હતું કે ૫ ઓગષ્‍ટથી આતંરરાષ્‍ટ્રીય બોર્ડરની પેલી પારના પાક સૈન્‍ય ઠેકાણાઓ પર નાગરીકોની અવરજવર વધી હતી જે ખરેખરતો આતંકવાદી જ છે. સુરેશ ડુગ્‍ગર  દ્વારા

(3:17 pm IST)