Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

નીતિશ આજે આઠમી વખત બિહારના સીએમ બનશે: ભાજપ દ્વારા રાજ્યભરમાં ધરણા અને દેખાવો: લાલુ પુત્ર તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી

બિહારમાં આજે બપોરે ૨ વાગ્યે, નીતિશ કુમાર નવા  મહાગઠબંધનની નવી સરકારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ આઠમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે.  તેમની સાથે આરજેડી ના સુપ્રીમો અને લાલુ પુત્ર તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બનશે. બિહારમાં મહારાષ્ટ્રવાળી કરવાનું ભાજપનો દાવ નિષ્ફળ બનાવી નિતેશ ફરી એકવાર બિહાર રાજકારણના ચાણક્ય સાબિત થયા છે.

(10:01 am IST)