Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ અને રાજકોટના રેલવે સ્ટેશનનું કરાશે રિડેવલોપમેન્ટ

રેલ્વે મંત્રાલયે ગુજરાતના પાંચ સહીત દેશના 49 રેલવે સ્ટેશનોના રીડેવલોપમેન્ટનો નિર્ણય કર્યો

 

નવી દિલ્હી :રેલ્વે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનોના રીડેવલોપમેન્ટનો નિર્ણય કર્યો છે. આ કામ રેલ જમીન વિકાસ સત્તામંડળ (RLDA) ને સોંપવામાં આવ્યું છે. આમાંના કેટલાક સ્ટેશન અમરાવતી, રાજકોટ, મથુરા, આગ્રાનો કિલ્લો, બીકાનેર, કુરુક્ષેત્ર અને ભોપાલ છે. આ યાદ્દીમાં ગુજરાતના પણ પાંચ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાં જામનગર , ભાવનગર, ગાંધીધા, જૂનાગઢ અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. RLDA ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 60 રેલ્વે સ્ટેશનોનો વિકાસ પહેલાથી જ હાથ ધરી રહી છે. એટલે કે, હવે કુલ 109 રેલ્વે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે

આરએલડીએના વાઇસ ચેરમેન વેદ પ્રકાશ દુડેજાએ કહ્યું, "સ્ટેશન પુનર્વિકાસ શહેરી વિકાસ સાથે વર્ચ્યુઅલ રીતે આંતરિક રીતે જોડાયેલ છે. આ સ્ટેશનોના રીડેવલોપમેન્ટથી મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે અને તેમનો મુસાફરીનો અનુભવ સુધરશે. આ છૂટક, સ્થાવર મિલકત અને પ્રવાસન ક્ષેત્રોમાં રોજગારીની અનેક તકો ઉભી કરશે. એક જવાબદાર સંગઠન તરીકે, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) નવા ભારતની આકાંક્ષાઓ પૂરી કરવા માટે નિર્ધારિત સમય મુજબ દેશના લોકોને રિનોવેટેડ સ્ટેશનો સોંપવા માટે પ્રતિબદ્ધ છે.

(12:18 am IST)