Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સ્ટાર રેસલર વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશને કરી સસ્પેન્ડ : ગેરશિસ્તના લાગ્યા આરોપ બાદ કાર્યવાહી

વિનેશે અન્ય ખેલાડીઓની માફક ગેમ્સ વિલેજમાં રહેવા અને અન્ય રેસલરની સાથે અભ્યાસ કરવાથી ઇન્કાર કર્યો હતો

નવી દિલ્હી :રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે સ્ટાર રેસલર વિનેશ ફોગાટને અસ્થાયી ધોરણથી સસ્પેન્ડ કરી દીધી છે. ટોક્યો ઓલિમ્પિક) દરમિયાન તેના પર ગેરશિસ્તનો આરોપ લાગ્યો છે. વિનેશ ઉપરાંત સોનમ મલિકને પણ નોટિસ આપવામાં આવી છે. બંને કુસ્તીબાજો ટોક્યો ઓલિમ્પિકમાં ખાસ કમાલ કરી શક્યા નથી.

રેસલર વિનેશ ફોગાટને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે તેનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ. તે ક્વાર્ટર ફાઇનલમાંથી જ બહાર થઇ ગઇ હતી. વિશ્વની નંબર 1 રેસલર વિનેશ ફોગાટને મહિલાઓના 53 કિલોગ્રામ વર્ગના ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી હતી. વિનેશ બેલારુસની પહેલવાન વેનિસા ક્લાડજિસ્કાયાએ હરાવી હતી.

WFI એ તેને 16 ઓગષ્ટ સુધીમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યુ છે. વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિ પહેલા હંગેરીમાં ટ્રેનિંગ કરી રહી હતી. ત્યાંથી તે સિધી જ ટોક્યો પહોંચી હતી. જ્યાં પહોંચીને વિનેશે અન્ય ખેલાડીઓની માફક ગેમ્સ વિલેજમાં રહેવા અને અન્ય રેસલરની સાથે અભ્યાસ કરવાથી ઇન્કાર કર્યો હતો. આ દરમ્યાન વિનેશ ની સાથે તેના કોચ વોલર અકોસ પણ તેની સાથે હતા.

વિનેશે ભારતીય સમૂહના સ્પોન્સર શિવ નરેશના બદલે ખાનગી કંપનીના બનેલા કપડા પોતાના બાઉટમાં પહેર્યા હતા. WFI ના સુત્રોએ કહ્યુ હતુ કે, આ ગેરશિસ્ત છે. તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તે કોઇ પણ રાષ્ટ્રીય અને ઘરેલુ રેસલિંગ ઇવેન્ટમાં ત્યાં સુઘી હિસ્સો નહી લઇ શકે, જ્યાં સુધી તેના પર લાગેલા આરોપોનો ફેડરેશનને જવાબ નહી આપી શકે. તેના જવાબ આપવા બાદ જ ફેડરેશન અંતિમ નિર્ણય સંભળાવશે.

અન્ય સુત્રોનુ કહેવુ એમ પણ છે કે વિનેશ ફોગાટે ટોક્યોમાં એ જાણીને હંગોમાં કરી દીધો હતો કે, તેને ટીમની અન્ય રેસલર પાસે રુમ આપ્યો હતો. જે રુમ સોમન મલિક, અંશુ મલિક અને સીમા બિસ્લા પાસે આપવામાં આવ્યો હતો. વિનેશનુ કહેવુ હતુ કે, આ ખેલાડી ભારત થી આવ્યા છે. આવામાં તેમનાથી કોરોના થવાનો ખતરો છે. જ્યારે તેનુ ટ્રેનિંગ શિડ્યુલ અન્ય ભારતીય ખેલાડીઓ સાથે હતુ તો, તેણે અભ્યાસ જ નહોતો કર્યો.

આ ઉપરાંત સોનમ મલિકને પણ ગેરશિસ્તને લઇને નોટિસ આપવામા આવી છે. સોનમ મલિકને કહેવામાં આવ્યુ હતુ કે, તે અથવા તેમના પરિવારનો કોઇ સભ્ય ફેડરેશન ઓફિસથી પાસપોર્ટ લઇ જાય. જોકે સોનમે સાઇના અધિકારીઓને પાસપોર્ટ લઇ આવવા કહ્યુ, રેસલીંગ ફેડરેશનને પસંદ નથી આવ્યુ. સોનમ પણ વિના મેડલે જ ઓલિમ્પિકથી પરત ફરી હતી. ફેડરેશનનુ કહેવુ છે કે, ખેલાડી પોતાને મોટા સ્ટાર સમજવા લાગ્યા છે, જેનાથી તેમની અંદર ઘમંડ આવી ગયો છે.

(10:55 pm IST)