Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સેન્સેક્સમાં ૧૫૨ પોઈન્ટનો ઊછાળો, નવી ઊંચાઈએ બંધ

એરટેલ અને ટેક મહિન્દ્રામાં સૌથી વધુ તેજી જોવા મળી : નિફ્ટીમાં ૨૨ પોઈન્ટનો વધારો, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક અને ટાઈટનના શેર લીલા નિશાન પર બંધ

મુંબઈ, તા.૧૦ : સ્થાનિક શેર બજાર મંગળવારે પણ વૃધ્ધિ સાથે બંધ થયા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૧૫૧.૮૧ પોઈન્ટ એટલે કે ૦.૨૮ ટકાના ઊછાળા સાથે ૫૪,૫૫૪.૬૬ પોઈન્ટના સ્તરે બંધ થયો. એજ રીતે સેન્સેક્સ રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થો. એનએસઈ નિફ્ટી ૨૧.૮૫ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકાના વધારા સાથે ૧૬,૨૮૦.૧૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

નિફ્ટી પર ભારતી એરટેલ, મહિન્દ્રા, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક અને એમએન્ડએમના શેર સૌથી વધુ વધારા સાથે બંધ થયા. બીજી બાજુ શ્રી સિમેન્ટસ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિંદાલકો અને પાવર ગ્રીડના શેર સૌથી વધુ ગિરાવટ સાથે બંધ થયા હતા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદનશિલ સુચકાંક સેન્સેક્સ પર ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, એમએન્ડએમ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટીસીએસ, નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા, એચડીએફસી બેંક, હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડ અનેટાઈટનના શેર લીલા નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શેર સૌથી વધુ ગિરાવટ સાથે બંધ થયા.

આ ઉપરાંત પાવર ગ્રીડ, એનટીપીસી, આઈટીસી. બજાજ ઓટો, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, મારુતી, ડોક્ટર રેડ્ડીસ, ઈન્ડસઈન્ડ બેંક, લાર્સન એન્ડ ટૂબ્રો, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક અને બજાજ ફાયનાન્સના શેર લાલ નિશાન સાથે બંધ થયા. આ દરમિયાન રૂપિયો સતત બીજી સત્રમાં ગિરાવટ સાથે બંધ થયો.

સપ્તાહના બીજા કારોબારના સત્રમાં અમેરિકન ડોલરની સરખામણીએ રુપિયો ૧૭ પૈસા તૂટીને ૭૪.૪૩ના સ્તર પર બંધ થયો. રિલાયન્સ સિક્યોરિટીસમાં પ્રમુખ (રણનીતિ) વિનોદ મોદીએ કહ્યું કે, સ્થાનિક શેરોમાં આજે ખૂબજ વધુ ઊતાર-ચઢાવ જોવા મળ્યો. બેન્ચમાર્ક નિફ્ટીમાં સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યા બાદ થોડી ગિરાવટ જોવા મળી. ધાતુ, પીએશયુ બેંક અને રિયલિટી સેક્ટરના સ્ટોકમાં વેચવાલીનના ખૂબજ વધુ દબાણના લીધે આવું જોવા મળ્યું.

તેમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સ્ટોકે (પીએસયુ બેંકને બાદ કરતા) માર્કેટને સપોર્ટ જારી રાખ્યો અને સુચકાંકને લાલ નિશાન પર જતા બચાવી લીધો. વિનોદ મોદીએ કહ્યું કે, આજે પણ આઈટી સ્ટોકમાં લેવાલી જોવા મળી. એનું કારમ એ છે કે માર્કેટમાં ખૂબજ વધુ ઊતાર-ચઢાવમાં સેફ મનાતા આઈટી સ્ટોક પર રોકાણકારોએ દાવ લગાવ્યો. અન્ય એશિયન બજારોની વાત કરવમાં આવે તો શાંઘાઈ, હોંગકોંગ અને ટોક્યોમાં શેર બજાર વધારા સાથે બંધ થયા. બીજી બાજુ સિયોલમાં સ્ટોક માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું હતું.

(8:57 pm IST)