Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સ્વિટ્ઝર્લેન્ડની અપીલ અદાલતનો શરમજનક ચુકાદો : બળાત્કારના આરોપીઓની સજા ઓછી કરી નાખી : માત્ર 11 મિનિટ પૂરતો બળાત્કાર થયો હતો : પીડિતાને કોઈ ગંભીર ઇજા પણ થઇ નથી : ચુકાદા વિરુદ્ધ મોટી સંખ્યામાં દેખાવો : સમગ્ર વિશ્વમાં પડઘા

સ્વિટ્ઝર્લેન્ડ : સ્વિટ્ઝર્લેન્ડ અપીલ અદાલતે બળાત્કારના આરોપીઓની સજા ઓછી કરી નાખતા સમગ્ર વિશ્વમાં તેના પડઘા પડ્યા છે.

અપીલ કોર્ટે સજા ઓછી કરી નાખવાના કારણમાં જણાવ્યું હતું કે માત્ર 11 મિનિટ પૂરતો બળાત્કાર થયો હતો .તેમજ પીડિતાને કોઈ ગંભીર ઇજા પણ થઇ નથી .

કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ રવિવારે કોર્ટ સામે ભારે દેખાવો થયા હતા. જેમાં મહિલાઓ વધુ પ્રમાણમાં હતી. જેઓએ જણાવ્યું હતું કે 11 મિનિટ એ 11 મિનિટ છે.જે બળાત્કાર માટે ઘણી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નાઈટ ક્લબમાં એક મહિલા ઉપર 33 વર્ષીય પુરુષ તથા 17 વર્ષીય કિશોરે બળાત્કાર કર્યો હતો. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(8:35 pm IST)