Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ભાજપની આવક ૫૦ ટકા વધીને ૩૬૨૩ કરોડ થઈ

દેશના સત્તાધારી પક્ષની આવક-ખર્ચમાં મોટો વધારો : ભાજપે દેશના અન્ય ટોચના પક્ષોની સરખામણીએ ત્રણ ગણી વધુ કમાણી કરી, કોંગ્રેસની આવકમાં ૨૫%નો ઘટાડો

નવી દિલ્હી, તા.૧૦ : કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની આવક અને ખર્ચ બન્નેમાં વધારો નોંધાયો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના વાર્ષિક રિપોર્ટ અનુસાર, પાર્ટીની ગત્ત નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૪૧૦ કરોડ રુપિયાની આવકની સરખામણીમાં ૫૦ ટકા વધારા સાથે ૩૬૨૩ કરોડ રુપિયા આવક થઈ છે.

ઈલેક્શન કમિશનને આપવામાં આવેલી જાણકારીમાં ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે તેણે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૬૫૧ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. ગત્ત નાણાંકીય વર્ષમાં આંકડો ૧૦૦૫ કરોડ રુપિયા હતો. પ્રકારે એક વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ખર્ચમાં લગભગ ૬૪ ટકા વધારો થયો છે.

ઈલેક્શન કમિશન તરફથી કરવામાં આવેલી વાર્ષિક ઓડિટિંગ અનુસાર, ભારતીય જનતા પાર્ટીને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ઈલેક્ટોરલ બોન્ડથી ૨૫૫૫ કરોડ રુપિયાની આવક થઈ છે જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં થયેલી ૧૪૫૦ કરોડ રુપિયાની આવક કરતા ૭૬ ટકા વધારે છે. પાર્ટીએ ચૂંટણી પર ૧૩૫૨ કરોડ અને ૭૯૨.૪૦ કરોડ રુપિયા ખર્ચ કર્યો છે.

ભાજપે ગત્ત નાણાંકીય વર્ષમાં કોંગ્રેસની સરખામણીમાં . ગણી વધારે કમાણી કરી છે. કોંગ્રેસ પાર્ટીને નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૮૨ કરોડ રુપિયાની આવક થઈ છે. રસપ્રદ બાબત છે કે ભારતીય જનતા પાર્ટીએ ગત્ત નાણાંકીય વર્ષમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, બીએસપી, સીપીએમ અને સીપીઆઈની કુલ આવકથી ત્રણ ગણી વધારે કમાણી કરી છે.

તમામ રાષ્ટ્રીય પક્ષો છે. ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીની આવકમાં ૫૦ ટકાનો વધારો થયો તો કોંગ્રેસની આવકમાં ૨૫ ટકા ઘટાડો નોંધાયો છે. ભારતીય જનતા પાર્ટીને ૨૫૫૫ કરોડ રુપિયા ઈલેક્ટોરલ બોન્ડથી તો ૮૪૪ કરોડ રુપિયા અન્ય સ્ત્રોતથી મળ્યા છે.

પાર્ટીએ જણાવ્યું કે તેમને ૨૯૧ કરોડ રુપિયા વ્યક્તિગત દાન, ૨૩૮ કરોડ રુપિયા કંપનીઓ, ૨૮૧ કરોડ રુપિયા સંસ્થાઓ જ્યારે ૩૩ કરોડ રુપિયા અન્ય સ્ત્રોતથી મળ્યા છે.

આવેદન શુલ્કથી પાર્ટીને ૨૮ લાખ રુપિયા, ડેલિગેટ ફીથી લગભગ . કરોડ રુપિયા અને સભ્યપદના શુલ્કથી ૨૦. કરોડ રુપિયા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૯-૨૦માં જાહેરાતો પર ૪૦૦ કરોડ રુપિયા ખર્ચ્યા, તે ગત્ત નાણાંકીય વર્ષની સરખામણીમાં ૨૯૯ કરોડ રુપિયા વધારે છે.

પાર્ટીએ ઈલેક્ટ્રોનિક મીડિયાને ૨૪૯ કરોડ રુપિયા, પ્રિન્ટ મીડિયાને ૪૭. કરોડ રુપિયા આપ્યા. પાર્ટીએ પોતાના નેતાઓ અને ઉમેદવારોની હવાઈ યાત્રાઓ પર ૨૫૦.૫૦ કરોડ રુપિયા ખર્ચ કર્યા, જે એક વર્ષ પહેલા માત્ર ૨૦.૬૩ કરોડ રુપિયા હતો.

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પાર્ટીએ પોતાના ઉમેદવારોને લગભગ ૧૯૮. કરોડ રુપિયાની નાણાંકીય મદદ કરી.

(8:06 pm IST)