Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાંસદોને પીએમ નરેન્દ્ર મોદીની શિખ

ભારતીય જનતા પક્ષની સંસદીય દળની બેઠક યોજાઈ : બેઠકમાં ચોમાસુ સત્રના કામકાજ, આગળની રણનીતિ અને પાર્ટીના ભાવિ કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવી

નવી દિલ્હી, તા.૧૦ : સંસદ ભવનમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક થઈ. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાક વરિષ્ઠ નેતા અને બંને સદનના સાંસદ સામેલ થયા. જેમાં પ્રવર્તમાન ચોમાસુ સત્ર દરમિયાન થયેલા કામકાજ, આગળની રણનીતિ અને પાર્ટીના ભાવિ કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવી

પીએમ મોદીએ સાંસદોને કહ્યુ કે એક ધારણા છે કે ખેલાડી સ્કુલમાં ભણતા નથી એવુ નથી. સાંસદ પોત-પોતાના વિસ્તારમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપે.
       
ગ્રામીણ પ્રતિભાને પ્રોત્સાહન આપો. આઝાદીના ૭૫ વર્ષના કાર્યક્રમમાં ભાગ લો. સાંસદ તંદુરસ્ત પુત્ર-પુત્રી સ્પર્ધા કરાવો. વડા પ્રધાને કહ્યુ કે કોઈ ગરીબ પરિવાર આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ વિના રહે. જે માટે સાંસદ અભિયાન ચલાવો. નાના ખેડૂતોને સામેલ કરો અને ખેડૂતને સન્માન નિધિ વિશે જણાવો.

બેઠકમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે ઈતિહાસમાં પહેલીવાર ઓલંપિકમાં સૌથી વધારે સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો અને મેડલ જીત્યા છે. પીએમે તમામ ખેલાડીઓ અને મેડલ વિજેતાઓનુ ઉભા થઈને સ્વાગત કર્યુ. તેમણે જણાવ્યુ કે પીએમે સાંસદોને ફોન કરીને કહ્યુ કે તમામે પોષણ અભિયાનમાં સક્રિયતાથી ભાગ લેવો જોઈએ.

જેથી સ્વસ્થ પુત્ર અને પુત્રી હોય. અમારા નવા મંત્રી દેશના ખૂણે-ખૂણે જશે અને જનતાને સરકારની ઉપલબ્ધિ વિશે જણાવશે. પ્રહલાદ જોશીએ કહ્યુ કે કુપોષણ વિરૂદ્ધ સરકાર મોટી યોજના ચલાવી રહી છે. તમામ વિસ્તારમાં યોજના પહોંચાડવી જોઈએ અને દરેક જગ્યાએ સ્વસ્થ શિશુ સ્પર્ધા હોય. સંવિધાનમાં રાજ્યોને અધિકાર આપવા માટે સંશોધન થઈ રહ્યુ છે.

(8:02 pm IST)