Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મઠાધિપતિ તરીકે સગીરની નિમણૂકને કર્ણાટક હાઇકોર્ટમાં પડકાર : તે જે કંઈ કરી રહ્યો છે તેના શું પરિણામ આવી શકે તેનાથી તે અજ્ઞાત છે : શીરૂર મઠ મઠાધિપતિ તરીકે સગીરની નિમણુંક અંગે રાજ્ય સરકારને ફેર વિચારણા કરવા કોર્ટનો નિર્દેશ : આગામી મુદત 13 સપ્ટેમ્બરના રોજ

કર્ણાટક : શીરૂર મઠ મઠાધિપતિ તરીકે 16 વર્ષની સગીર વયના બાળકની નિમણૂકને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.

અરજદારોએ કરેલી પિટિશનમાં જણાવાયા મુજબ સગીર વ્યક્તિ ઉપર ભૌતિક ત્યાગની ભાવના થોપવી તે બાબત બંધારણની કલમ 21 નું ઉલ્લંઘન છે. કારણકે સગીર વ્યક્તિ પોતે જે કંઈ કરે છે તેના શું પરિણામ આવશે તેનાથી તે અજ્ઞાત હોય છે.

અરજદારની દલીલને ધ્યાને લઇ નામદાર કોર્ટે રાજ્ય સરકારને આ અંગે ફેર વિચારણા કરવા  નિર્દેશ કર્યો હતો તથા જણાવ્યું હતું કે સગીરના વાલીનો આ અંગે કોઈ વિરોધ ન હોય તો પણ આવી નિમણુંક વ્યાજબી નથી.તમારે આંખ આડા કાન કરવા જોઈએ નહીં . કોર્ટે આ અંગે જવાબ આપવા રાજ્ય સરકારને ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)