Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ચૂંટણીના ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી એપ્પ વિકસાવો : સુપ્રીમ કોર્ટની ઈલેક્શન કમિશનને સૂચના: બિહાર ધારાસભાની ચૂંટણીમાં અમુક રાજકીય પક્ષોએ નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાતા નામદાર કોર્ટનો નિર્દેશ

ન્યુદિલ્હી :  બિહાર ધારાસભાની 2020 ની સાલની ચૂંટણીઓમાં અમુક રાજકીય પક્ષોએ  ખુલ્લેઆમ નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાતા સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનને ચૂંટણીના ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી એપ્પ વિકસાવવાની સૂચના આપી છે.

સુપ્રીમ કોર્ટે આજ મંગળવારે રાજકીય પક્ષોને વધારાના નિર્દેશ જારી કર્યા છે કે તેઓ દરેક પક્ષની વેબસાઇટના હોમપેજ પર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની વિગતો અપલોડ કરે, જેથી મતદારો ઉમેદવારો વિશે માહિતી મેળવી શકે.

 કોર્ટે દેશના ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો કે ઉમેદવારોએ ઉમેદવારી પત્રકમાં જાહેર કરેલા તેમના ગુનાહિત રેકોર્ડ અંગે માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરે.. જેથી એક જ ક્લિક દ્વારા મતદાર તેના મોબાઇલ ફોન પર આ અંગેની માહિતી મેળવી શકે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)