Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

યુઍનની ઇન્ટર ગવર્નમેન્ટઠ પેનલનો છઠ્ઠો ઍસેસમેન્ટ રિપોર્ટ દુનિયા માટે ચિંતાજનકઃ પૃથ્વીનું તાપમાન અગાઉની ધારણા કરતા તીવ્ર ઝડપે ૧.૫ ડિગ્રી જેટલુ વધી જશેઃ માનવજાતે જ પૃથ્વીનું નિકંદન કાઢ્યુ

હવે તેને અટકાવવુ ખૂબ જ મુશ્કેલઃ આ સ્થિતિ માટે માનવજાત જવાબદાર

યુએનની ઈન્ટરગવર્નમેન્ટ પેનલે છઠ્ઠો એસેસમેન્ટ રીપોર્ટ આપ્યો હતો. એ રીપોર્ટ દુનિયા માટે ખૂબ જ ચિંતાજનક છે. ગ્લોબલ વોર્મિંગની છેલ્લી વોર્નિંગ જેવા એ અહેવાલમાં કહેવાયું હતું કે પૃથ્વીનું તાપમાન અગાઉની ધારણાં કરતાં તીવ્ર ઝડપે 1.5 ડિગ્રી જેટલું વધી જશે. અગાઉ આઠ વર્ષ પહેલાં ઈન્ટરગવર્નમેન્ટ પેનલ ફોર ક્લાઈમેટ ચેન્જે આપ્યો હતો. રીપોર્ટમાં કહેવાયું હતું કે માનવજાતે જ પૃથ્વીનું નિકંદન કાઢ્યું છે.

યુએનની ક્લાઈમેટ પેનલે રીપોર્ટ આપ્યો છે એ પ્રમાણે પૃથ્વીનું તાપમાન 21મી સદીના અંત સુધીમાં 1.5 કે 2 ડિગ્રી વધવાનો અંદાજ હતો, પરંતુ હવે એ તાપમાન આગામી દોઢ- બે દશકામાં જ વધી જશે. 2015માં પેરિસ સંધિ થઈ તે વખતે 200 દેશોના નેતાઓએ એવી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા કે ઔદ્યોગિક વિકાસ પહેલાં પૃથ્વીનું જે સરેરાશ તાપમાન હતું, એમાં 1.5 ડિગ્રીથી વધારો ન થાય તે માટે પ્રયાસો કરાશે.

કારણ કે, તે પહેલાં જ 20મી સદીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.1 ડિગ્રી જેટલું વધ્યાનું નોંધાયું હતું. યુએનના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે 2030 આસપાસ કે 2040 પહેલાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી વધી જશે. હવે એને અટકાવવા માટે બહુ જ મોડું થઈ ચૂક્યું છે. રીપોર્ટમાં કહેવાયું હતું કે આ સિૃથતિ પાછળ માત્ર ને માત્ર માનવજાત જવાબદાર છે.

ભારતના સંદર્ભમાં વધુ ચિંતા વ્યક્ત કરાઈ હતી. હિંદ મહાસાગર ઝડપભેર ગરમ થઈ રહ્યો હોવાથી ભારતમાં હીટવેવ, ગરમી અને પૂરનો પ્રકોપ આગામી દશકામાં વધશે. બીજા બધા મહાસાગરોની સરખામણીમાં હિંદમહાસાગર પર ગ્લોબલ વોર્મિંગની અસર વધારે થઈ રહી છે.

યુએનના છઠ્ઠા એસેસમેન્ટ રીપોર્ટ ક્લાઈમેટ ચેન્જ-2021માં કહેવાયું હતું કે સમુદ્રની સપાટી વધવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અવારનવાર પૂરની સ્થિતિ સર્જાતી રહેશે અને વાવાઝોડાંનું જોખમ પણ વધશે.3000 પાનાના નવા અહેવાલમાં ચિંતા વ્યક્ત કરતા લખવામાં આવ્યું હતું કે તાપમાન વધવાના કારણે દુનિયાભરનો સ્થિત બરફ ઝડપભેર પીગળવા લાગ્યો છે. તેના કારણે દરિયાની સપાટી ઊંચી આવી રહી છે.

હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ એક સંશોધનમાં તારવ્યું હતું કે છેલ્લાં બે દશકામાં અરબી સમુદ્રમાં ત્રાટકતા વાવાઝોડાંમાં બાવન ટકાનો વધારો નોંધાયો છે. 1982થી ડેટાનો અભ્યાસ કરીને કહેવાયું હતું કે બે દશકા પહેલાં વર્ષે જેટલાં વાવાઝોડાં અરબી સમુદ્રમાં ઉઠતા હતા, તેમાં બાવન ટકા વધારો થયો હતો. સદ્ભાગ્યે એમાંથી ઘણાં વાવાઝોડાં દરિયામાં જ વિખેરાઈ જાય છે, પરંતુ સિૃથતિ જો આવીને આવી રહેશે તો એ બધા જ વાવાઝોડાં ધરતી સાથે ટકરાવા લાગશે.

(5:16 pm IST)