Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કોરોના વાયરસના સંકટ વચ્ચે

આફ્રિકામાં ખતરનાક 'મારબર્ગ' વાયરસે દેખા દીધી

નવી દિલ્હી, તા.૧૦: દુનિયામાં કોરોના વાયરસનુ સંકટ હજી ખતમ થયુ નથી ત્યાં વધુ એક ખતરનાક વાયરસે દેખા દીધી છે.

પશ્ચિમી આફ્રિકન દેશ ગીનીમાં ઘાતક મારબર્ગ વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. એ પછી અહીંના લોકોમાં દહેશનો માહોલ છે. આ વાયરસની હાજરીનુ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને પણ સમર્થન કર્યુ છે. તેને ઈબોલા અને કોરોના કરતા પણ ખતરનાક માનવામાં આવે છે.

આ વાયરસ જાનવરો થકી માણસોમાં ફેલાતો હોય છે. મારબર્ગ વાયરસના કારણે ગીની નામના આ દેશમાં બે ઓગસ્ટ એક વ્યકિતનુ મોત થયુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનુ કહેવુ છે કે, આ વાયપરસ ચામાચિડિયાથી ફેલાય છે અને તેના કારણે મોતની ટકાવારી ૮૮ ટકા સુધી રહે છે. મારબર્ગ વાયરસનો ફેલાવો થવાની શકયતા પણ રહેતી હોય છે. જેનો અર્થ એ થયો કે તેને વહેલી તકે રોકવાની જરુર છે.

ગીની દેશમાં ઈબોલા વાયરસનો પ્રકોપ સમાપ્ત થયાની સત્ત્।ાવાર જાહેરાતના બે મહિના બાદ જ આ વાયરસે દેખા દીધી છે. જોકે વૈશ્વિક સ્તરે મારબર્ગ વાયરસ હજી એટલો ખતરનાક નથી. આ વાયરસ સામાન્ય રીતે રોસેટ્સ પ્રકારના ચામાચિડિયાની ગુફાઓ સાથે જોડાયેલો છે. તેનાથી જો કોઈ વ્યકિત સંક્રમિત થાય તો તે બીજા વ્યકિતઓને સંક્રમિત ખરી શકે છે.

(4:09 pm IST)