Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમેરિકામાં બાળકોમાં કોરોનાના ડેલ્ટા સંક્રમણમાં આવ્યો મોટો ઉછાળો : હોસ્પિટલમાં વધ્યા બાળ દર્દીઓ

ન્યૂયોર્ક તા. ૧૦ : અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટથી બાળકોમાં સંક્રમણના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. હોસ્પિટલમાં એડમિટ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.

અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે તે ઝડપથી બાળકોને ઝપેટમાં લઈ રહ્યો છે. હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દી એટલે કે બાળકોના કેસ વધી રહ્યા છે. એકસપર્ટ્સના અનુસાર આ ડેલ્ટા વેરિઅન્ટના કારણે જોવા મળી રહ્યું છે. અલ્ફા સ્ટ્રેનની તુલનામાં બાળકોમાં ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ વધારે જોવા મળે છે.

અમેરિકામાં ઓછું વેકિસનેશન ચિંતાનું કારણ બની રહ્યું છે. ઓછા વેકિસનેશન વાળા વિસ્તારોમાં કોરોના સંક્રમિત બાળકોને હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બાળરોગ વિશેષજ્ઞનું કહેવું છે કે જુલાઈની શરૂઆતથી કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલમાં પણ સંખ્યા વધી રહી છે.

અહીં આ કોરોનાની ચોથી લહેર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડેલ્ટા વેરિઅન્ટના કારણે છે. ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી કોરોનાના દરેક સ્ટ્રેનમાં વધારે સંક્રામક છે. કોરોનાથી સંક્રમિત ૯૦ ટકાથી વધુ બાળકોમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો છે.

હકીકત છે કે ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વેકિસન આવી નથી. ૧૨ વર્ષથી ઉપરના બાળકોને વેકિસન આપવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં ૫૦ ટકાથી પણ ઓછા યુવા છે જેમને વેકિસનેટ કરાયા છે.

અમેરિકામાં ફાઈઝરની કોરોના વેકિસનને મંજૂરી મળી છે. તે ૧૨-૧૭ વર્ષના બાળકોને અપાઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે વેકિસન બાળકો પર ૧૦૦ ટકા અસરકારક છે.

ફલોરિડાની હોસ્પિટલમાં છેલ્લા ૮ દિવસથી બાળકોને એડમિટ કરાઈ રહ્યા છે. આ એ સમયે જોવા મળી રહ્યું છે જયારે ટેકસાસ અને ફલોરિડામાં વધારે બાળકોએ આ મહિનામાં શાળામાં જવાનું વિચાર્યું છે. આ સમયે કેટલીક શાળાઓ માસ્કને લઈને ચર્ચા કરી રહી છે.

(3:37 pm IST)