Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

માતા- પિતાના મૃત્યુ બાદ છૂટી પડી ગઈ ત્રણ અનાથ બહેનોઃ વિજ્ઞાન મેળાના ફોટાએ કરાવ્યો મેળાપ

ફિલ્મી સ્ટોરી જેવી હૈદ્રાબાદની ઘટના

હૈદ્રાબાદઃ અહીંની ત્રણ અનાથ બહેનોની વાત સાંભળીને આપની આંખો ભીની થઈ જશે. મા- બાપ અને દાદીનું મોત, નાની બહેનનું છુટું પડવું અને પછી વર્ષો બાદ ત્રણે બહેનોનું એક અનાથાલયમાં મળવું આ બધું કોઈ ફિલ્મી સ્ક્રીપ્ટ જેવું છે. જેની એક એક વાત ભાવુક કરી દેનારી છે. ત્રણ વર્ષ પહેલા બે બહેનોને અનાથાલયમાં લાવવામાં આવી. તેમને એ ખબર હતી કે તેઓ ત્રણ બહેનો છે પણ નાની બહેનની કોઈ ખબર ન હોતી. છેવટે એક વિજ્ઞાનમેળાના ફોટાએ તેમનો ફરીથી મેળાપ કરાવી આપ્યો. હવે ત્રણે સાથે રહે છે.

હૈદ્રાબાદના જીલ્લા કલ્યાણ અધિકારીઅ અકેશ્વર રાવે કહ્યું કે આ છોકરીઓ પોતાના પિતા સાથે રહેતી હતી પણ ત્રણ વર્ષ પહેલા બંન્નેએ અધિકારીઓને કહ્યું કે તેમની એક નાની બહેન પણ છે જે દાદી સાથે રહેતી હતી પણ તે કયાં છે તેની અમને ખબર નથી.

રાવે કહ્યું કે અમારા રાજયના અનાથાલયોમાં ઘણાં કાર્યક્રમો કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમ હેઠળ આ વર્ષની શરૂઆતમાં એક વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ મેળાના ફોટાઓ વિભીન્ન અનાથાલયોમાં મોકલાયા હતા. જેને જોયા પછી ૧૨ અને ૧૪ વર્ષની આ છોકરીઓએ પોતાના કેરટેકરને કહ્યું કે આ ફોટામાં એક છોકરી તેની ખોવાયેલી બહેન જેવી દેખાય છે.

અધિકારીઓ અનુસાર, દાદીના મૃત્યુ પછી આ નાની બહેન રોડ પર ભરકવા લાગી પછી તેને એક અન્ય અનાથાલયમાં રખાઈ હતી. રાવે કહ્યું જયારે અમે સૌથી નાની બહેનને તેની બે બહેનો પાસે લઈ આવ્યા તો તે તેમને ઓળખી ના શકી પણ મોટી બહેનોને વિશ્વાસ હતો કે આ તેમની ખોવાયેલી બહેન જ છે. અમે એ ત્રણેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો તેમાં ત્રણેના ડીએનએ મેચ થઈ ગયા હતા.

(3:34 pm IST)