Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

તાલિબાની હુમલાઓમાં મરાઇ રહ્યા છે માસુમો

ત્રણ દિવસમાં ૨૭ બાળકોના મોતઃ એક રિપોર્ટ

નવી દિલ્હી : સંયુકત રાષ્ટ્રની બાળકો માટે કામ કરતી સંસ્થા યુનિસેફે કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં જે રીતે બાળકો પર ગંભીર હિંસા થઇ રહી છે તેનાથી તેને આઘાત લાગ્યો છે.

યુનિસેફે કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ ભીષણ હિંસામાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૭ બાળકો માર્યા ગયા છે. તેણે કહ્યુ કે બાળકો પર હિંસા રોજે રોજ વધતી જાય છે. યુનિસેફનું કહેવુ છે કે ત્રણ દિવસમાં કંધાર, ખોસ્ત અને પકિતયામાં ૨૭ બાળકો માર્યા ગયા છે. જ્યારે ૧૩૬ બાળકો ઘાયલ થયા છે.યુનિસેફનું માનવું છે કે બાળકોના આ મોત ફકત આંકડાઓ નથી પણ શારીરીક પીડાની દરેક ઘરના એક વ્યકિતગત ત્રાસવાદી ઘટના છે. તેણે એ વાત પણ ભાર મૂકયો છે કે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાનૂન હેઠળ આ બાળકોને સંરક્ષણનો અધિકાર હતો.

(3:31 pm IST)