Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

2028ની ઓલિમ્પિકમાં રમાય શકે છે ક્રિકેટમેચ : ICCએ કરી તૈયારીઓ શરૂ

આઈસીસીએ ક્રિકેટ વતી ઓલિમ્પિક માટે બોલી લગાવવા માટે એક ટીમ બનાવી

મુંબઈ :ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ રમતના 'મહાકુંભ'માં પ્રવેશવાના તેના ઇરાદાની પુષ્ટિ કરી છે. આઈસીસીએ ક્રિકેટ વતી ઓલિમ્પિક માટે બોલી લગાવવા માટે એક ટીમ બનાવી છે. આ ટીમ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક, 2032 બ્રિસ્બેન અને તેનાથી આગળની ઓલિમ્પિકમાં ક્રિકેટ રમત રમાડવા માટેનું કાર્ય કરશે. એપ્રિલમાં આઈસીસીની ઓલિમ્પિક યોજનાને ટેકો આપનાર ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

ભારતીય બોર્ડ વિવિધ કારણોસર અન્ય રમતોમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરવા માટે વિરોધ કરવા માટે જાણીતું હતું. જોકે, જય શાહે બોર્ડ સંભાળ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેણે તાજેતરમાં આ બાબતે ICC ને ટેકો આપ્યો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ઇયાન વોટમોર આઇસીસી ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપની અધ્યક્ષતા કરશે અને તેમની સાથે આઇસીસીના સ્વતંત્ર નિર્દેશક ઇન્દ્ર નૂયી, ઝિમ્બાબ્વે ક્રિકેટ ચીફ તવેંગવા મુકુહલાની, આઇસીસી એસોસિએટ મેમ્બર ડિરેક્ટર અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ મહિન્દા વલ્લીપુરમ અને યુએસએ ક્રિકેટ પ્રમુખ પરાગ મરાઠે હાજરી આપશે. સમિતિમાં મરાઠેનો સમાવેશ કરવાનું મુખ્ય કારણ એ છે કે, લોસ એન્જલસ 2028 માં રમતોનું આયોજન તેના દ્વારા કરવામાં આવશે. આવી સ્થિતિમાં ક્રિકેટ શક્ય તેટલી વહેલી તકે ઓલિમ્પિકનો ભાગ બનવાની અપેક્ષા રાખી શકાય.

આઈસીસીના પ્રમુખ ગ્રેગ બાર્કલેએ કહ્યું કે, 'સૌથી પહેલા આઈસીસી તરફથી હું આઈઓસી, ટોક્યો 2020 અને જાપાનના લોકોને આવા મુશ્કેલ સંજોગોમાં અદભુત રમતોનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું. અમે ક્રિકેટને ભવિષ્યમાં ઓલિમ્પિકનો એક ભાગ બનાવવાનું પસંદ કરીશું

(2:43 pm IST)