Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સંસદમાં વિપક્ષના હોબાળા સામે રણનીતિ ઘડશે

પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપી સંસદીય દળની બેઠક શરૂ

નવી દિલ્હી તા. ૧૦ :.. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મંગળવારે ભાજપા સંસદીય દળની બેઠક થવાની છે. તેમાં સામેલ થવા માટે ભાજપા સાંસદો આવવાના શરૂ પણ થઇ ગયા છે. આ બેઠક ઘણી બધી રીતે ખાસ છે. આ બેઠક એવા સમયે થઇ રહી છે જયારે પક્ષ યુપીમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનું બ્યુગલ વગાડી ચૂકયો છે.

આ બેઠકમાં કેટલાક ખાસ મુદ્ઓ અને સદનમાં વિપક્ષો દ્વારા સતત કરાઇ રહેલ હંગામા પર સરકારની રણનીતિ પણ નકકી થઇ શકે છે. સરકારે આ હંગામાઓ વચ્ચે કેટલાક જરૂરી ખરડાઓ બન્ને સદનોમાં પસાર જરૂર કરાવ્યા છે પણ હજુ કેટલાક ખરડાઓ સરકારે પાસ કરાવવાના છે. તેને પાસ કરાવવા માટે સરકાર શું રણનીતિ  બનાવશે તેની વિચારણા આજની બેઠકમાં થઇ શકે છે. 

(1:24 pm IST)