Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હાઇકોર્ટની પરવાનગી વિના સાંસદો કે ધારાસભ્યો વિરુદ્ધના કેસ પરત નહીં લઇ શકે રાજ્ય સરકાર : સુપ્રીમ કોર્ટનો આદેશ

વર્તમાન સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ફાઇલ કેસોનું સ્પેશિયલ કોર્ટમાં સ્પીડી ટ્રાયલ થવું જોઇએ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધના કેસોને લઇને એક મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે હાઇ કોર્ટની પરવાનગી વિના રાજ્ય સરકારો સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ફાઇલ કેસ પરત નહીં લઇ શકે.

 સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ફાઇલ કેસોનું સ્પેશિયલ કોર્ટમાં સ્પીડી ટ્રાયલ થવું જોઇએ. કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ હાઇ કોર્ટના રજીસ્ટ્રાર જનરલ પોતાના ચીફ જસ્ટિસને સાંસદ અને ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ, સેટલમેન્ટની જાણકારી આપે.

આ ઉપરાંત સીબીઆઇ કોર્ટ અને અન્ય કોર્ટ સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ કેસની સુનાવણી જારી રાખે. સાંસદો/ધારાસભ્યો વિરુદ્ધ ગુનાહિત ટ્રાયલના વહેલી તકે સેટલમેન્ટના સર્વેલન્સ માટે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ બેંચની રચના કરવાનો નિર્ણય લીધો છે.

નેતાઓ વિરુદ્ધ ગુનાહિત કેસોના જલ્દી સેટલમેન્ટના મામલે CJI એ EDના સ્ટેટસ રિપોર્ટ અખબારોમાં છપાવા પર નારાજગી વ્યક્ત કરી. નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે આજે અમે પેપરમાં રિપોર્ટ વાંચ્યો. બધુ મીડિયાને પહેલા જ મળી જાય છે. CBI તરફથી SG તુષાર મહેતાએ કહ્યું કે CBIએ આ મામલે તમામ સ્ટેટસ રિપોર્ટ ફાઇલ નથી કર્યો, તેના માટે થોડો સમય જોઇએ. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે

EDના સ્ટેટસ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે અસંતુષ્ટિ વ્યક્ત કરતાં કહ્યું કે આ તો ફક્ત પેપર છે, કોઇ પ્રોપર ફોર્મેટમાં નથી, તેમાં પૂરી જાણકારી નથી આપવામાં આવી. SG તુષાર મહેતાએ કોર્ટ પાસે સમય માંગ્યો અને ફોર્મેટ પ્રમાણે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાની પરવાનગી આપવા કહ્યુ. સીજેઆઇએ બે અઠવાડિયાનો સમય આપ્યો છે

 

(1:01 pm IST)