Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે : ગાંદરબલ જિલ્લામાં ખીરભવાની મંદિરમાં શીશ નમાવ્યુ

રાહુલ ગાંધીએ હજરતબલ દરગાહનો પ્રવાસ પણ કર્યો : ગુરૂદ્વારા અને શેખ હમજા મખદૂમની મજાર પર પણ જશે: પાર્ટી મુખ્યાલયનું કરશે ઉદ્ધઘાટન

શ્રીનગર : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાહુલ ગાંધી શ્રીનગરમાં રહેશે, જ્યાં તેમને પાર્ટી કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવાનુ છે. કોંગ્રેસ નેતાએ ગાંદરબલ જિલ્લામાં ખીરભવાની મંદિરમાં શીશ નમાવ્યુ હતું

 રાહુલ ગાંધીએ હજરતબલ દરગાહનો પ્રવાસ પણ કર્યો. જે સિવાય તેઓ ગુરૂદ્વારા અને શેખ હમજા મખદૂમની મજાર પર પણ જશે. મંગળવારે સાંજે જ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થશે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આ પહેલો ખીણ પ્રવાસ છે. રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા, અહીં તેમણે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહેમદ મીરના પુત્રના લગ્નમાં ભાગ લીધો.

શ્રીનગરમાં નવુ કોંગ્રેસ ભવન તૈયાર કરવામાં આવ્યુ છે. જેનુ ઉદ્ઘાટન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કરશે.આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ ભાગોમાંથી આવી રહેલા કોંગ્રેસ નેતાઓ અને અન્ય વિભાગોના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારે વર્ષ 2019 માં કલમ 370એ હટાવી દીધુ હતુ. પાંચ ઓગસ્ટે જ આના બે વર્ષ પૂરા થયા છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા. સાથે જ લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા.

(12:30 pm IST)