Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકીય પાર્ટીઓએ ઉમેદવારની જાહેરાતના બે દિવસમાં આપવી પડશે તેના ગુનાહિત રેકોર્ડની માહિતી : સુપ્રીમકોર્ટ

સુપ્રીમકોર્ટે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ગુનાહિતકરણને લગતાં એક કેસમાં મોટો ચુકાદો આપ્યો

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ગુનાહિતકરણને લગતાં એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. તે અંતર્ગત હવે તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના એલાનના 48 કલાકની અંદત કેસની જાણકારી આપવી પડશે.

  શીર્ષ અદાલતના આ નિર્ણયનો હેતુ રાજકારણમાં ગુનાહિતકરણ ઓછુ કરવાનો છે. જસ્ટિસ આરએફ નરીમન અને બીઆર ગવઇની પીઠે આ અંગે પોતાના 13 ફેબ્રુઆરી, 202ના નિર્ણયમાં નિર્દેશને સંશોધિત કર્યો. જણાવી દઇએ કે પીઠ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને પ્રકાશિત કરવામાં નિષ્ફળતાનો આરોપ લગાવતાં કરવામાં આવેલી અવમાનના અરજીઓમાં ચુકાદો આપી રહી હતી.

(12:29 pm IST)