Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હોકી ખેલાડી ગોપાલ ભાંગરાનું ૭૫ વર્ષની વયે દુઃખદ નિધન

 

નવીદિલ્‍હીઃ ભારતના પૂર્વ આંતરરાષ્‍ટ્રીય હોકી ખેલાડી ગોપાલ ભાંગરાનું નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ૭૫ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમને રાંચીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ૧૯૭૮ના વિશ્વકપ (અર્જેન્‍ટીના)માં ભંગરાએ ભારતનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું. તે વર્લ્‍ડ કપમાં આર્જેન્‍ટિના અને પાકિસ્‍તાન સામે રમ્‍યો હતો. ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેને ભંગરાના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો હતો.

(11:42 am IST)