Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વર્ષોથી હાઇકોર્ટમાં જજની ઘટથી સુપ્રીમ કોર્ટ નારાજ : સરકારના અક્ક્ડ વલણને કારણે દિલ્હી હાઇકોર્ટમાં 60 જજની સંખ્યા સામે માત્ર 29 જજ : અનેક દાવાઓ પડતર : કોલેજીયમની ભલામણ હોવા છતાં હજુ સુધી નિર્ણય અધ્ધરતાલ

ન્યુદિલ્હી : વર્ષોથી હાઇકોર્ટમાં જજની ઘટ હોવાથી  સુપ્રીમ કોર્ટે  નારાજગી વ્યક્ત કરી છે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ઋષિકેશ  રોયની ખંડપીઠએ એક કેસની સુનાવણી દરમિયાન ઉપરોક્ત નારાજગી વ્યક્ત કરી હતી. જે મુજબ વર્ષોથી હાઇકોર્ટમાં જજની ઘટ છે. સરકારના અક્ક્ડ વલણને કારણે દિલ્હી હાઇકોર્ટમાં 60 જજની સંખ્યા સામે માત્ર 29 જજ છે. આથી અનેક દાવાઓ લાંબા સમયથી પડતર છે.અમારે કોઈ કેસ હાઇકોર્ટમાં સુનાવણી માટે મોકલવો હોય તો ત્યાં જજની ઘટ હોવાથી મોકલી શકતા નથી.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે  કોલેજીયમે હાઇકોર્ટ જજ માટેની ભલામણ સાથેના નામોનું લિસ્ટ ઘણા સમય પહેલા મોકલી દીધું હોવા છતાં હજુ સુધી નિર્ણય અધ્ધરતાલ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:25 am IST)