Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કાશ્મીરના જૈનાપોરામાં આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો: એક જવાન ઘાયલ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઝૈનાપોરા ગામના ક્રલ ચેક વિસ્તારમાં આજે મંગળવારે સવારે આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર હુમલો કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રાલ ચેકમાં આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો જેમાં સીઆરપીએફનો એક જવાન 178 bn ના Ct અજય કુમાર ઘાયલ થયો હતો. આ દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

(10:20 am IST)