Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ:બે પોલીસ કર્મીઓનાં મોત : 13 લોકો ઘાયલ

પોલીસ વાહનને નિશાન બનાવીને વિસ્ફોટ કરાયો : મોટરસાઇકલમાં આઇઇડી લગાવવામાં આવી : રિમોટથી કરાયો વિસ્ફોટ

પાકિસ્તાનના ક્વેટામાં રવિવારની રાત્રે એક પોલીસ વાહનને નિશાનો બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં બે પોલીસ કર્મીઓનાં મોત નિપજ્યાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતાં. પાકિસ્તાનના ક્વેટા યુનિવર્સિટી ચોકીઓ પાસે રવિવારમાં એક વિસ્ફોટ થયો. રિપોર્ટ્સ અનુસાર ઘટનામાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા છે.અને આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

રિપોર્ટ અનુસાર બલૂચિસ્તાન સરકારના પ્રવકતા લિયાકત શાહવાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટ પોલીસને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો હતો,તેમણે વધુમાં જણાવ્યું હતું કે બોમ્બ એક મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યો હતો. બલૂચિસ્તાનના પોલીસ ઇન્સપેકટર જનરલ મોહમ્મદ તાહિર રાયે જણાવ્યું હતું કે મોટરસાઇકલમાં આઇઇડી લગાવવામાં આવી હતી,રિમોટથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધી કોઇ પણ સંગઠને તેની જવાબદારી લીધી નથી.

શાહવાનીએ હુમલાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદીઓ બલૂચિસ્તાનમાં શાતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા ઇચ્છે છે,અને ડર ફેલાવવાની તેમની મહેચ્છા છે. જે લોકો અમારા પ્રદેશમાં શાંતિમાં અવરોધ પેદા કરશે તેમને અમે ન્યાયિક કઠેરામાં ઉભા રાખીશું. ઉલ્લેખનીય છે કે મહિના પહેલા ક્વેટા સેરેના હોટલના પાર્કિગમાં એક વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા,અને અનેક લોકો ઘાયલ થયા હતાં. જેમાં સુરક્ષા કર્મી અને નાગરિકોના મોત થયા હતા.

(12:00 am IST)