Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જુમ્માની નમાઝ બાદ ફરી વખત ઉત્તરપ્રદેશમાં હિંસક પ્રદર્શન: ઉપદ્રવિયો વિરૂદ્ધ થશે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહીના આદેશ

પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ જેવા કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપી :પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ મોટા એક્શન મોડમાં યોગી સરકાર; ત્યાર સુધીમાં કુલ 116 લોકોની અટકાયત

નુપુર શર્માના નિવેદનને લઇને ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ હિંસક પ્રદર્શન થયું હતું. અત્યાર સુધીમાં કુલ 116 લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ ગેંગસ્ટર એક્ટ લાગુ કરી સંપતિના નુકસાનની વસૂલી કરવામાં આવશે. પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ જેવા કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો અને આગચંપી જોવા મળી. હવે સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે તે પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ મોટા એક્શનની તૈયારી છે, જે પણ પ્રદર્શનકારીએ હિંસા કરી છે, તેમના વિરૂદ્ધ ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવશે. ઉત્તરપ્રદેશ પોલીસને તમામ છૂટ આપી દેવામાં આવી છે

આ અંગે ADG, લૉ એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે આ વાતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, પ્રદેશમાં શાંતિ ભંગ કરવાના સંબંધમાં આજે સાંજે 7:30 વાગ્યા સુધી 109 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તોડફોડ કરનારા વ્યક્તિઓને ઓળખ કરી લેવામાં આવી છે. જે પણ સરકારી અને પ્રાઇવેટ સંપત્તિને નુકસાન થયું છે હિંસા કરનારા તત્વો પાસેથી વસૂલવામાં આવશે. તેમની પ્રોપર્ટીને જપ્ત કરવામાં આવશે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે શાંતિ વ્યવસ્થા બગાડનારા કોઇપણ શખ્સને બક્ષવામાં નહીં આવે અને તમામ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

(1:10 am IST)