Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કર્ણાટકની મસ્જિદોને લાઉડસ્પીકર માટે કાયમી લાયસન્સ : રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટે નોટિસ પાઠવી : કઈ જોગવાઈઓ હેઠળ કાયમી લાયસન્સ આપવામાં આવ્યા છે તેનો ખુલાસો કરો

બેંગ્લુરુ : કર્ણાટક હાઈકોર્ટે આજ શુક્રવારે રાજ્ય સરકાર પાસેથી મસ્જિદોમાં પોલીસ સત્તાવાળાઓ દ્વારા કાયમી લાઇસન્સ આપવામાં આવી રહ્યા હોવાના આરોપો પર જવાબ માંગ્યો છે [રાકેશ પી વિ કર્ણાટક રાજ્ય].

ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી અને જસ્ટિસ અશોક એસ કિનાગીની ખંડપીઠે રાજ્ય સરકારને આ પ્રકારની કાયમી લાયસન્સ કઈ જોગવાઈઓ હેઠળ આપવામાં આવી રહી છે તેની સ્પષ્ટતા કરવા અને અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ)ના પાલનમાં લેવાયેલી કાર્યવાહી અંગે કોર્ટને જાણ કરવા જણાવ્યું હતું.

"તમે બતાવો કે લાઉડસ્પીકર ચલાવવા માટેનું લાઇસન્સ કઈ જોગવાઈઓ હેઠળ આપી શકાય છે, અને કઈ સત્તા અધિકૃત છે. બીજું, કોઈ ગેરકાયદે લાઉડસ્પીકર નથી તે સુનિશ્ચિત કરવા માટે તમે કઈ કવાયત કરી છે તે જણાવવા બેન્ચે કહ્યું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:25 pm IST)