Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જ્હોની ડેપ અંબર હર્ડને ૮૦ કરોડ ચૂકવવા ફરજ નહીં પાડે

હર્ડે જ્હોની પર ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યા હતા :સમગ્ર ટ્રાયલ તેમના અસીલના ગૌરવના પુનઃસ્થાપન માટે હતી, પૈસા માટે ન હોવાનો જ્હોનીના વકીલનો દાવો

મુંબઈ, તા.૧૦ : હોલિવુડ એક્ટર જ્હોની ડેપ કદાચ ભૂતપૂર્વ પત્ની અંબર હર્ડને બદનક્ષીના દાવામાં કોર્ટના આદેશ અનુસાર ૮૦ કરોડ રૃપિયા  ચુકવવાની ફરજ નહીં પાડે.

જ્હોની ડેપના વકીલે જણાવ્યું હતું કે, સમગ્ર ટ્રાયલ તેમના અસીલનાં ગૌરવનાં પુનઃસ્થાપન માટે હતી, પૈસા માટે નહી.  અંબર હર્ડે એક લેખમાં જ્હોની પર ઘરેલુ હિંસાના આરોપો લગાવ્યા હતા. તે પછી જ્હોનીએ અંબર પર બદનક્ષીનો દાવો  માંડ્યો હતો. તાજેતરમારં જ વર્જિનિયાની એક અદાલતે જ્હોનીની તરફેણમાં ચુકાદો આપ્યો  હતો અને અંબરને જ્હોનીની બદનક્ષી પેટે ૧૦.૩૫ મિલિયન અમેરિકી ડોલર એટલે કે ભારતીય ચલણ અનુસાર આશરે ૮૦ કરોડ રૃપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો.

જ્હોની ડેપના વકીલ બેન્જામીન ચ્યુએ જણાવ્યું છે કે જ્હોનીએ આ ખટલો કેવળ નાણાંકીય વળતર મેળવવા માંડ્યો ન હતો. તેના માટે આ પોતાના ગુમાવેલાં આત્મસન્માનની બાબત હતી. કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે કદાચ જ્હોની અંબરને નાણાંકીય વળતર ચુકવવાની  ફરજ નહીં પાડે.

ઉલ્લેખનીય છે કે ચુકાદો આવ્યા પછી તરજ અંબરે પોતે આટલું વળતર ચુકવવા માટે આર્થિક રીતે સક્ષમ નહીં હોવાનું જણાવ્યું હતું.

 

(7:54 pm IST)