Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાળાનો ટ્રમ્પની પુત્રી ઈવાન્કાનો ઈનકાર

ટ્રમ્પના સમર્થકો દ્વારા હુમલાના મામલે સુનાવણી : યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સિલેક્ટ કમિટી ૬ જાન્યુ.૨૧ના રમખાણોની તપાસ કરે છે

વોશિંગ્ટન, તા.૧૦ : યુએસમાં ૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, યુએસ કેપિટલ (અમેરિકી સાંસદ) માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાના મામલે ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. જેને ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટાવવાનો પ્રયાસ માનવામાં આવતો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકાએ કેસની સુનાવણી કરી રહેલી યુએસ સંસદની સમિતિ સમક્ષ પોતાની જુબાનીમાં ચૂંટણીમાં ગોટાળાના આરોપોને ફગાવી દીધા હતા. ઇવાક્નાએ કહ્યું કે, તેના પિતા ખોટું બોલી રહ્યા છે.

યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સિલેક્ટ કમિટીએ ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રમખાણોની તપાસ કરી છે. આ સુનાવણી દરમિયાન સાક્ષીઓને આ હુમલામાં તોફાન કરનારા ગ્રાફિક્સ ફુટેજ પણ બતાવ્યા હતા.

તોફાનીઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતા અને કેપિટલમાં ઘૂસી રહ્યા હતા. સમિતિએ આ મામલે અત્યાર સુધીમાં છ સુનાવણી કરી છે. તેણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ બંધારણનું ઉલ્લંઘન કરીને સત્તા પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સુનાવણી દરમિયાન, ઈવાંકા ટ્રમ્પ અને તેમના પતિ જેરેડ કુશનર, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને તેમના ચીફ ઓફ સ્ટાફ, એટર્ની જનરલ વિલિયમ બાર, જનરલ માર્ક સહિત તત્કાલીન ટ્રમ્પ સરકારના મુખ્ય અધિકારીઓની જુબાની અને જાહેર નિવેદનોના વીડિયો રજૂ કરવામાં આવ્યા હતા. વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે, તે જાણતો હતો કે ચૂંટણીમાં કોઈ ચોરી થઈ નથી. એટર્ની જનરલ બારે તેમની જુબાનીમાં કહ્યું કે, મેં રાષ્ટ્રપતિ સાથે ત્રણ ચર્ચા કરી હતી જે મને યાદ છે. દરેક વખતે મેં ચૂંટણીમાં ગોટાળાની વાતોને ફગાવી દીધી હતી. મેં રાષ્ટ્રપતિના શબ્દોને નકારી કાઢ્યા હતા. હું કોઈપણ કિંમતે તેનો ભાગ બનવા માંગતો ન હતો. આ એક કારણ છે કે મેં પદ છોડવાનો નિર્ણય લીધો હતો. તમે એવી  દુનિયામાં જીવી ન શકો જ્યાં વર્તમાન વહીવટીતંત્ર ચોક્કસ પુરાવાઓ દ્વારા સમર્થિત થવાને બદલે તેના દૃષ્ટિકોણના આધારે સત્તામાં રહે છે.

સમિતિના બે રિપબ્લિકનમાંથી એક તેના વાઇસ પ્રેસિડેન્ટ લિઝ ચેનીએ હિંસા માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા હતા. આ ટ્રમ્પના એ ખોટા દાવાઓ પછી થયું હતું જેમાં ટ્રમ્પે કહ્યું હતુ કે,૨૦૨૦માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મારી સાથે છેતરપિંડી થઈ હતી અને કાવાદાવા સાથે મને હરાવવામાં આવ્યો હોવાનો આરોપ ટ્રમ્પે મુક્યો હતો. ચેનીએ કહ્યું કે જે, લોકોએ હિંસા કરી હતી. તેમણે ટ્રમ્પના કહેવા પર આમ કર્યું હતુ. ટ્રમ્પે જભીડ એકઠી કરી હતી.

 

(7:50 pm IST)