Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હાલત અત્યંત નાજુક : પરિવારજનોએ કહ્યું- હવે પ્રાર્થના કરો!

વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા:હવે તેમની રીકવરી થવી મુશ્કેલ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની હાલત નાજુક છે. શુક્રવારે તેમના પરિવારે જણાવ્યું કે હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા છે. હવે તેમની રીકવરી થવી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી તેમના પરિવારે માહિતી આપી હતી કે તેઓ હવે વેન્ટિલેટર પર નથી. તેમની બીમારી એમાયલોઇડિસિસને કારણે તેઓ છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત ગંભીર છે. તેમની રીકવરી થવી મુશ્કેલ છે. તેમના અંગોને દીન-પ્રતિદીન નુકસાન થઈ રહ્યું છે. તેમના માટે પ્રાર્થના કરો.

એક ટીવી ચેનલ જીએનએનનો દાવો છે કે પરવેઝ મુશર્રફને હૃદય અને અન્ય બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને દુબઈમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શુક્રવારે બીમારી સામે લડતી વખતે તેમનું મૃત્યુ થયું.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી.

3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં કટોકટી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 78 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે.

(7:07 pm IST)