Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમદાવાદમાં લાલ દરવાજાની બજારો સજ્જડ બંધ : વિશાળ દેખાવો : ઝારખંડની રાજધાની રાંચીમાં ભારે હિંસા, આગજની, પથ્થરમારો : કર્ફયુ લાદી દેવાયો : ટોળાઓ બેકાબુ

કાશ્મીર જેવું બાકીનું ભારત નજરે પડી રહ્ના છે : સુબ્રમણ્યમ સ્વામી

પૈગમ્બર મોહમ્મદ સાહેબ ઉપરની ભાજપના પ્રવકતાની ટિપ્પણીને લઈને આજે દેશમાં ઠેર-ઠેર સર્જાયેલા હિંસક દેખાવો ઉપર ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીઍ કહ્નાં હતું કેકાશ્મીરની જેમ બાકીનું ભારત નજરે પડી રહ્ના છે : વાસ્તવમાં બાકીના ભારતની જેવું કાશ્મીર જાવા આપણે ઈચ્છીઍ છીઍ : આના નિરાકરણ માટે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પાસે કોઈ ઉકેલ છેજા પરિસ્થિતિ આવતા ૪૮ કલાકમાં કાબુમાં નહિં આવે તો શું અમિતભાઈ શાહ ગૃહમંત્રી તરીકે ચાલુ રહેશે?

બીબીસી હિન્દી ન્યુઝ ચેનલના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવારની નમાઝ પછી ભારતના અનેક શહેરોમાં હિંસક દેખાવો થયા છે અને દેખાવકારો નૂપુર શર્માની ધરપકડની માંગણી કરી રહ્ના છે : અનેક વિસ્તારોમાં દેખાવકારોઍ પથ્થરમારો કર્યો અને  અનેક જગ્યાઍ વાહનોમાં આગ લગાડી દીધી છે : ઉત્તરપ્રદેશઝારખંડદિલ્હીમહારાષ્ટ્રપડ્ઢિમ બંગાળ અને બીજી અનેક જગ્યાઍથી દેખાવોના અહેવાલો મળી રહ્ના છે

હિન્દી અખબાર હિન્દુસ્તાનના અહેવાલ પ્રમાણે નૂપુર શર્માના બહાને ઝારખંડની રાજધાની રાંચીમાં તોફાનકારોઍ ભારે હિંસા સર્જતા અને બેફામ પથ્થરમારોતોડફોડ અને આગજની કરતા કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે ઃ રાંચીમાં વિરોધ દેખાવોના નામે જબરદસ્ત હિંસા થઈ છે : શુક્રવારની નમાઝ પછી સડકો ઉપર દેખાવ કરી રહેલા લોકો બેકાબુ બની ગયા હતા : આ હિંસામાં અનેક પોલીસ કર્મચારીઅો સહિત સામાન્ય લોકો ઘાયલ થયા છે ઃ ઍક ડઝનથી વધુ ઈજાગ્રસ્તોને રીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઃ બીબીસી હિન્દીના કહેવા પ્રમાણે સાધ્વી પ્રજ્ઞાઍ કહ્નાં છે કે ભારત હિન્દુઅોનું છે અહિં સનાતન ધર્મ જીવીત રહેશે : નૂપુર શર્માના બનાવમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોઍબ અખ્તરે કહ્ના છે કે પૈગમ્બર મોહમ્મદ સાહેબ તેમના માટે સર્વસ્વ છે :

દરમિયાન વડોદરામાં પણ દેખાવો થયા છે અને અમદાવાદમાં લાલ દરવાજાની બજારો નૂપુર શર્માની ધરપકડની માંગણી સાથે સજ્જડ બંધ રહી છે : સેકડો લોકો વિરોધી દેખાવોમાં જાડાયા છે

(10:28 pm IST)