Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આઇઆઇટી મદ્રાસે સેપ્ટિક ટેન્કની સફાઇ માટે બનાવ્યો ખાસ રોબોટ હોમોસેપ

ભારતમાં ગટરોની સફાઇ દરમિયાન દર વર્ષે અનેક લોકોના મોત થાય છે : હોમોસેપના ર યુનિટસને મહિલાઓની આગેવાનીવાળા સ્વ. સહાય જુથોમાં વિતરિત કરાયા

નવી દિલ્હી, તા.૧૦: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (ત્ત્વ્) મદ્રાસના સંશોધકોએ માનવીય હસ્તક્ષેપ વગર જ સેપ્ટિક ટેન્કની સફાઈ કરી શકાય તે માટે એક રોબોટ વિકસાવ્યો છે. હોમોસેપ નામના આ રોબોટ્સના ૧૦ યુનિટ્સને તમિલનાડુ ખાતે તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. આ માટે યોગ્ય સ્થળોની વિચારણા કરવા માટે સંશોધકોએ સફાઈ કર્મચારીઓનો સંપર્ક સાધ્યો છે.

હોમોસેપ નામના આ રોબોટ્સને ગટરોની સર્ફીાઈ માટે હાથનો ઉપયોગ એટલે કે, માનવીય મદદ લેવામાં આવે છે તેની નાબૂદી માટે વિકસાવવામાં આવ્યા છે. સમગ્ર પ્રોજેકટના આગામી તબક્કામાં આ રોબોટ્સને ગુજરાત તથા મહારાષ્ટ્ર ખાતે તૈનાત કરવા માટેની વિચારણા કરવામાં આવી છે.

સફાઈ કર્મચારી આંદોલન નામના એનજીઓની મદદથી હોમોસેપના ૨ યુનિટ્સને નાગમ્મા અને રૂથ મેરી નામની મિહલાઓની આગેવાનીવાળા સ્વ-સહાય જૂથોમાં વિતરિત કરવામાં આવ્યા છે. તે બંને મિહલાઓના પતિઓ સફાઈ કામગીરી દરમિયાન ખૂબ જ દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા.

આઈઆઈટી મદ્રાસ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પ્રભુ રાજગોપાલે જણાવ્યું કે, સેપ્ટિક ટેન્કનું વાતાવરણ ખૂબ જ ઝેરીલું હોય છે કારણ કે, તેનો લગભગ બે તૃતિયાંશ ભાગ અર્ધ ઘન તથા અર્ધ પ્રવાહી માનવ મળ પદાર્થથી ભરેલો હોય છે. વધુમાં જણાવ્યું કે, અનેક પ્રતિબંધો તથા નિષેધાત્મક આદેશો છતાં પણ માનવીય મદદથી ગટરોની સફાઈ દરમિયાન દર વર્ષે ભારતમાં અનેક લોકોના મોત થાય છે.

પ્રોફેસર પ્રભુ રાજગોપાલે જણાવ્યું કે, હોમોસેપમાં કસ્ટમ ડેવલપ્ડ રોટરી બ્લેડ મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગટરોમાં જામેલા નક્કર કાદવને એકરૂપ બનાવી શકે છે અને ત્યારબાદ ઈન્ટિગ્રેટેડ સકશન મિકેનિઝમ દ્વારા ગટરોમાં રહેલા કીચડને પંપ કરી શકે છે.

પ્રોફેસર રાજગોપાલના કહેવા પ્રમાણે રોબોટ સાથે સંબંધીત તાલીમ અને સલામતી માટેના જરૂરી પગલાં સાથેના યોગ્ય માર્ગદર્શન બાદ સફાઈ કર્મચારીઓ પોતાની જાતે જ આ રોબોટ્સને સંચાલિત કરી શકશે. હાલ તેમની ટીમ આ બંને પાસાઓ પર કામ કરી રહી છે. વધુમાં તેમણે હોમોસેપની ડિઝાઈનથી શરૂ કરીને સમગ્ર પ્રક્રિયામાં સલામતી મહત્વનો ભાગ ભજવે છે તેમ પણ જણાવ્યું હતું.

ફાઈનલ યરના વિદ્યાર્થી દિવાંશુ કુમારે સૌ પ્રથમ વખત પ્રોફેસર રાજગોપાલની દેખરેખમાં હોમોસેપ રોબોટ વિકસાવ્યો હતો. આઈઆઈટી મદ્રાસની કાર્બન જર્પ ચેલેન્જ ૨૦૧૯ દરમિયાન તેનો કોન્સેપ્ટ સામે આવ્યો હતો. ત્યાર બાદ આઈઆઈટી મદ્રાસનો સપોર્ટ મળ્યો એટલે તેને વિકસાવવામાં આવ્યો. છેલ્લા અમુક વષોર્માં મહામારી દરમિયાન અનુભવાયેલી મુશ્કેલીઓ છતાં પણ હોમોસેપ વિકસાવવાનું કામ ચાલુ રહ્યું હતું. આઈઆઈટી મદ્રાસ રિસર્ચ અને આઈઆઈટી મદ્રાસ ઈનક્યુબેટેડ સ્ટાર્ટઅપ ઈન્ટિગ્રિટી પ્રા. લિ.ના સહયોગથી તે શક્ય બની શક્યું હતું. બાદમાં ગેલ ઈન્ડિયા અને કેપજેમિનીએ પોતાના સીએસઆર ઈનિશિએટિવ દ્વારા રોબોટ તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો.

પ્રોફેસર રાજગોપાલે જણાવ્યું કે, આ રોબોટના વિકાસ બાદ સેપ્ટિક ટેન્કની સફાઈ જેવી સામાજીક સમસ્યાઓનો ઉકેલ આવશે. મારા મતે આ એક મોટી અને પડકારજનક સમસ્યા છે પરંતુ સૌના સહયોગ વડે વધુ સારી કામગીરી કરી શકાશે

(2:56 pm IST)