Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આત્‍મકથાની ગુજરાતી એડિશનનું કવર લોન્‍ચ કરતા અનુપમ ખેર

ટ્‍વિટ કરીને લખ્‍યું કે ગુજરાતી આત્‍મકથાનું કવર શેર કરતા ખુબ રોમાંચ અનુભવું છું: નવભારત સાહિત્‍ય મંદિર પ્રકાશિત અને તુષાર દવે ભાવાનુવાદિત પુસ્‍તક ટૂંક સમયમાં બજારમાં આવશે

રાજકોટઃ અલગ અલગ ભાષાની ભારતીય તેમજ પヘમિી દેશોની સવા પાંચસોથી વધુ ફિલ્‍મો કરનારા દિગ્‍ગજ અભિનેતા- પ્રો્‌ડયુસર-રાઈટર અને મોટિવેશનલ સ્‍પીકર અનુપમ ખેરની આત્‍મકથા ‘લેસન્‍સ લાઈફ ટોટ મી અનનોવીંગ્‍લી'નો ગુજરાતી ભાવાનુવાદ જાણતાં અજાણતાં... જીવને શીખવેલા પાઠઁ નામથી પ્રકાશિત થવા જઈ રહ્યો છે.

અનુપમ ખેરે એક ટ્‍વિટ કરીને પોતાની આત્‍મકથાની ગુજરાતી એડિશનનું કવર લોન્‍ચ કર્યું હતું. એ સાથે તેમણે લખ્‍યું હતું કે, ‘ગુજરાતીમાં પ્રકાશિત થવા જઈ રહેલી મારી આત્‍મકથાનું કવર શેર કરતા હું ખુબ જ રોમાંચની લાગણી અનુભવું છું. જેનું ટ્રાન્‍સલેશન નવભારત સાહિત્‍ય મંદિર માટે ખુબ જ પ્રતિભાશાળી તુષાર દવેએ કર્યું છે. આ પુસ્‍તક થોડા જ સમયમાં માર્કેટમાં આવશે. જય હો!!'

અનુપમ ખેરની જીવનકથા કોઈ મોટી મસાલા બોક્‍સઓફિસ હિટ ફિલ્‍મથી કમ નથી. એમાં ડ્રામા છે, કોમેડી છે, રોમાન્‍સ છે અને એક્‍શન પણ છે! કોને ખબર હતી કે એક નાના સેન્‍ટર શિમલાનો છોકરો એક દિવસ વિશ્વના સૌથી નોંધનિય એક્‍ટર્સ પૈકીનો એક બની જશે અને સિનેમામાં પોતાના પ્રદાન બદલ અનેક રાષ્‍ટ્રીય-આંતર રાષ્‍ટ્રીય એવોર્ડ્‍સ મેળવશે?

અનુપમ ખેર માત્ર એમની આઈકોનિક ટાલના કારણે જ નહીં, પણ પોતાના બેબાક વિચારો અને મંતવ્‍યો માટે પણ જાણીતા છે, એ વાત અલગ છે કે એ વિવાદાસ્‍પદ પણ હોઈ શકે છે. તેઓ કાયમ બધાંથી અનોખા અને ‘ઓફબીટ' રહ્યા છે. એમની આત્‍મકથા પણ એવી જ છે... ના, માત્ર એમના જીવનના વધુ એક ક્રમબદ્ધ વળતાંત તરીકે નહીં. એ તો છે જ પણ એ ઉપરાંત એમાં જીવનના અતૂલ્‍ય બોધપાઠ પણ છે, જે દરેક ઉગતા કલાકાર તેમજ દરેક આમઆદમીને કામ આવે એવા છે. આ પુસ્‍તક ખરા અર્થમાં જિનિયસ અને સદાબહાર એન્‍ટરટેનર અનુપમ ખેરના જીવનનો આ એક કેલિડોસ્‍કોપીક વ્‍યૂ છે.

ઉલ્લેખનિય છે કે, અનુપમ ખેરની આત્‍મકથાનો ભાવાનુવાદ મૂળ રાજકોટના જ અને હાલ અમદાવાદ સ્‍થિત યુવા લેખક-પત્રકાર તુષાર દવેએ કર્યો છે. નવભારત સાહિત્‍ય મંદિરની વેબસાઈટ પરથી આ પુસ્‍તકનું એડવાન્‍સ બુકિંગ કરાવી.(

(10:58 am IST)