Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કારમાં એક્‍સ બોયફ્રેન્‍ડ સાથે ‘રોમાન્‍સ' કર્યો તો બીમાર થઇ યુવતી : વીમા કંપનીએ ચૂકવવા પડયા ૪૦ કરોડ

કોર્ટે આ ઘટનાને કારમાં ઘટેલા એક એકસીડન્‍ટ તરીકે ધ્‍યાનમાં લીધી

નવી દિલ્‍હી,તા.૧૦: અમેરિકાના મિસૌરીની એક યુવતીને કાર વીમા કંપનીએ ૫.૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૦ કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ ચૂકવવાનો વારો આવ્‍યો. યુવતીએ એવો દાવો કર્યો કે તેણે તેના એક પૂર્વ પ્રેમી સાથે કારની પાછલી સીટ પર શારીરિક સંબંધ બનાવ્‍યા હતા. ત્‍યારબાદ તેને ગુપ્ત રોગ થઈ ગયો પછી તેણે આ વીમો ક્‍લેમ કર્યો. મામલો કોર્ટ સુધી પહોંચ્‍યો જયાં આ કેસમાં યુવતીને ૪૦ કરોડ જેટલી માતબાર રકમ ચૂકવવાનો આદેશ અપાયો. કોર્ટે આ ઘટનાને કારમાં ઘટેલા એક એક્‍સીડન્‍ટ તરીકે ધ્‍યાનમાં લીધી.

આ મામલો અમેરિકાના મિસૌરીનો છે. વર્ષ ૨૦૧૪માં Hyundai Genesis કારમાં કપલે રોમાન્‍સ કર્યો હતો. વાત જાણે એમ હતી કે યુવતીના એક્‍સ બોયફ્રેન્‍ડને Sexually transmitted disease હતો. જેના કારણે તે પણ બીમાર પડી. આ કેસમાં ૫ વર્ષ બાદ મિસૌરી કોર્ટ ઓફ અપીલ્‍સે હવે GEICO જનરલ ઈન્‍શ્‍યુરન્‍સ કંપનીને યુવતીને તગડી રકમ ચૂકવવાનો આદેશ આપ્‍યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ત્રણ જજની પેનલે આ ચુકાદો આપ્‍યો છે.

કોર્ટ પેપર્સ મુજબ યુવતીએ ફેબ્રુઆરી ૨૦૨૧માં GEICO પાસે વળતરની માંગણી કરી હતી. કપલ વર્ષ ૨૦૧૭થી જ રોમેન્‍ટિક રિલેશનશીપમાં હતું. કોર્ટના દસ્‍તાવેજો મુજબ યુવતીએ આરોપ લગાવ્‍યો કે તેના એક્‍સ બોયફ્રેન્‍ડને થ્રોટ કેન્‍સર ટ્‍યુમર હતું. તેને  HPV (the human papillomavirus) પણ હતું. આમ છતાં તે પ્રોટેક્‍શન વગર તેની સાથે સેક્‍સ કરતો હતો.

મે ૨૦૨૧માં જજે જાણ્‍યું કે કપલે ગાડીની અંદર સેક્‍સ કર્યું હતું. જેના કારણે જ છોકરીને HPV ઈન્‍ફેક્‍શન થયું. એક્‍સ બોયફ્રેન્‍ડને ઈન્‍ફેક્‍શનની જાણકારી છૂપાવવા માટે જવાબદાર ગણવામાં આવ્‍યો કારણ કે તેને કેન્‍સર અને HPV હતા છતાં તેણે અસુરક્ષિત શારીરિક સંબંધ બનાવ્‍યા. આરોપીએ કારનો વીમો કરાવી રાખ્‍યો હતો આથી તે વળતર માટે જવાબદાર હતો અને આ રકમ ડેમેજ અને ઈન્‍જરી બદલ યુવતીને GEICO દ્વારા ચૂકવવામાં આવશે.

ચુકાદા બાદ GEICO આ કેસમાં ફરીથી સુનાવણી માટે કોર્ટ પહોંચ્‍યું. પરંતુ ત્રણ જજોની પેનલે પણ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્‍યો.

(10:29 am IST)