Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

બહેનને ઇન્ટરનેટ આપ્યું, મને કેમ નહીં ? ૧૬ વર્ષના કિશોરે ખોટું લાગતા ટ્રેન નીચે ઝંપલાવી જીવ દીધો

મુંબઈમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ૧૬ વર્ષના ઓમ ભરત નામના કિશોરે મલાડ અને કાંદિવલી વચ્ચે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે માતાએ મોબાઇલ પર ગેમ રમવાની ના પાડી તો ઓમે આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટ મુજબ, તે દિવસમાં ઘણા કલાકો અભ્યાસ કરે છે. તેની બહેન પાસે ઈન્ટરનેટ છે, તો મને કેમ નહીં ? તેને ખોટું લાગી આવેલ. આ યુવક અગાઉ પણ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે.

 

(11:24 am IST)