Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મુંબઈમાં સિઝનનો પ્રથમ વરસાદ : ભારે પવન સાથે ગાજવીજ મેઘસવારી

કલ્યાણ .ડોંબીવલી, મીરાં રોડ. વગેરે અનેક વિસ્તારોમાં વરસાદ : ઘણા સ્થળોએ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી

મુંબઈમાં આજે સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે સાંજ પડ્યે મુંબઈના કલ્યાણ, ડોંબીવલી, મીરાં રોડ.. વગેરે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે ગાજવીજ, તોફાન અને તેજ પવન પણ નોંધાયો હતો.

અચાનક આવી પડેલા વરસાદને કારણે છત્રી-રેઈનકોડ વગર નીકળેલા મુસાફરો હેરાન થયા. ઘણા સ્થળોએ પાણી ભરાતા રીક્ષા વગેરે મળવાની પણ ભારે મુશ્કેલી થઈ હતી. લોકોએ સોશિયલ મીડિયા પર વરસાદના વીડિયો-ફોટા મુકીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો

(12:18 am IST)