Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

લીવ ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને પરણિત દંપતીને જન્મેલા બાળકની જેમ જ ગણવામાં આવશે : જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કેરળ હાઇકોર્ટની ખંડપીઠનો મહત્વપૂર્ણ ચુકાદો

કેરળ : તાજેતરમાં કેરળ હાઇકોર્ટની ખંડપીઠના જજ શ્રી એ મુહમ્મદ મુસ્તાક અને ડો.કોસેર એડપ્પાગથે આપેલા મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે લીવ ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને પરણિત દંપતીને જન્મેલા બાળકની જેમ જ ગણવામાં આવશે .
 
નામદાર કોર્ટે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને  2017 ના એડોપ્શન રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખી ઉપરોક્ત ચુકાદો આપતા જણાવ્યું હતું કે , બાળકના જૈવિક પિતા સાથે જીવંત સંબંધમાં રહેતી મહિલાને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના હેતુથી પરિણીત મહિલા તરીકે માનવી પડશે.

આ અંગે વિશેષ સ્પષ્ટતા કરતા નામદાર કોર્ટે જણાવ્યું હતું જો  માતા જૈવિક પિતા સાથેના કોઈપણ પ્રકારનાં સંબંધોને સ્વીકારતી નથી, તો જ તેને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના હેતુથી અપરિણીત માતા તરીકે માનવી જોઇએ .તેમજ બળાત્કાર અથવા જાતીય હુમલો, અથવા આકસ્મિક રીતે માતા બનનારી સ્ત્રી જૈવિક પિતાને ઓળખવા અથવા સ્વીકારવા માંગતી નથી; આવા સંજોગોમાં, આવી માતાને અપરિણીત માતા તરીકે માનવી પડે છે, તેમ ઉમેર્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)