Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઇંટીરિયર ડિઝાઇનર અન્વય નાઈક આત્મહત્યા કેસમાં અર્નબ ગોસ્વામીને રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ : 26 એપ્રિલના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરાશે

મુંબઈ : ઇંટીરિયર ડિઝાઇનર અન્વય નાઈક આત્મહત્યા કેસમાં ચાલી રહેલી  સુનાવણી સંદર્ભે રિપબ્લિક ટીવી ચીફ એડિટર અર્નબ ગોસ્વામીએ અલીબાગ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવામાંથી  મુક્તિની માંગ કરી હતી.જેના અનુસંધાને બોમ્બે હાઈકોર્ટે ગઈકાલ શુક્રવારે ગોસ્વામીને વચગાળાની રાહત વધારીને તેમને અલીબાગ ખાતેના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટ,રાયગઢ સમક્ષ રૂબરૂ  હાજર રહેવામાંથી  મુક્તિ આપી છે.

નવેમ્બર 2020 માં રાયગઢ  પોલીસ દ્વારા  તેમની ગેરકાયદેસર ધરપકડ અને અટકાયતને અદાલતમાં પડકારતી અરજીમાં ન્યાયમૂર્તિ એસ.એસ. શિંદે અને મનીષ પિતાલેએ આ અગાઉ તેમને 5 માર્ચના રોજ  અલીબાગ કોર્ટ સમક્ષ રૂબરૂ  હાજર રહેવાની મુક્તિ આપી હતી.

આ અરજીની  વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી માટે 16 એપ્રિલ, 2021 નક્કી  કરવામાં આવી હતી. પરંતુ  હાઈકોર્ટ દ્વારા 15 મી એપ્રિલથી 17, 2021 સુધી રજા જાહેર કરાઈ હોવાથી વકીલોએ અલીબાગમાં સુનાવણીની  તારીખ  લંબાવવાની માંગ કરી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટે આગામી સુનાવણી 26 એપ્રિલના રોજ રાખી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)