Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પાકની અવળચંડાઈઃ વધુ એક હિન્દુ છોકરીને જબરદસ્તી મુસલમાન બનાવી

નવી દિલ્હી, તા.૧૦ : મીડિયા રીપોર્ટમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓને જબરદસ્તી ધર્મપરીવર્તન કરાવવામાં આવે છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ છોકરીઓના અપહરણ કરી તેના જબરદસ્તી ધર્મપરીવર્તનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના થારમાં એક નાબાલીક હિન્દુ છોકરીના અપહરણ અને જબરદસ્તી ધર્મપરીવર્તન બાદ પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં આવો એક મામલો સામે આવ્યો છે.

પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં કેટલાક દિવસ અગાઉ બંદૂકની અણીએ એક હિન્દુ કિશોરીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવી. ઈસ્લામ ધર્મ કબૂલ કર્યા બાદ તેના પર નિકાહ માટે પણ દબાણ કરવામાં આવ્યુ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ મામલે સ્થાનિક હિન્દુ સમુદાયના લોકો રોષે ભરાયા છે.

પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના અપહરણરી હિન્દુઓના માન-સમ્માનને  ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. સિંધ પ્રાન્તમાં એક નહીં પણ હિન્દુ છોકરીઓના અપહરણ કરી જબરદસ્તી ધર્મપરીવર્તન કરાવવાની ઘટનાના સમાચાર દર બીજા-ત્રીજા દિવસે સામે આવે છે. તેમાં હિન્દુ છોકરીઓને મદરસા લઈ જઈ બધાની સામે એલાન કરવામાં આવે છે કે, છોકરી પોતાની ઈચ્છાથી ધર્મપરીવર્તન કરી રહી છે. એટલુ જ નહીં ધર્મપરીવર્તન બાદ એ પણ એલાન કરવામાં આવે છે કે આ ધર્માતરણ બાદ લગ્ન પણ કરશે.

સિંધના પાનો અકિલ વિસ્તારમાં નિશા નામની એક હિન્દુ છોકરીનું અપહરણ કરી બુધવારે તેને અચાનક ભરચંડીના એક મદરસામાં લાવવામાં આવી અને એલાન કરવામાં આવ્યું કે તે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ અપનાવી રહી છે અને તેનું નવુ નામ સકીના છે. એટલુ જ નહીં તેના તરફથી એવુ પણ કહેવામાં આવ્યું કે તે ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ એક મુસ્લિમ સાથે નિકાહ પણ કરી લીધા છે. આ ઘટનાને કારણે સિંધના હિન્દુઓ  અને  કેટલાક મુસ્લિમોએ વિરોધ કર્ર્યો હતો.

એક અંદાજ અનુસાર, છેલ્લા પાંચ મહિનામાં લગભગ ૨૦૦ હિન્દુ છોકરીઓના અપહરણ કરી જબરદસ્તી મુસલમાન બનાવવાની સાથે જબરદસ્તી તેના નિકાહ કરાવવામાં આવ્યા છે.

(3:46 pm IST)