Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રેલ્વેએ શરૂ કરી ફોટો-સ્પર્ધા, વિજેતાને મળશે એક લાખ રૂપિયાનું ઇનામ

નવી દિલ્હી તા.૧૦ : જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો ભારતીય રેલ્વે તમારા માટે શાનદાર ઇનામ જીતવાનો મોકો લઇ આવ્યુ છે. એ માટે તમારે ભારતીય રેલ્વે સાથે સંકળાયેલી કોઇ ખુબ જ અદ્દભુત તસ્વીર ખેંચવાની છે અને એ તસ્વીરની તમામ વિગતો સાથે રેલ્વેને ર૬ ફેબ્રુઆરી સુધી મોકલવાની છે. વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ પણ મળશે.

રેલ્વેએ આ સ્પર્ધાની જાહેરાત ર૬ જાન્યુઆરીએ કરી હતી અને એની એન્ટ્રી મોકલવાની ડેડલાઇન ર૬ ફેબ્રુઆરીની સાંજે પાંચ વાગ્યા સુધીની છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વ્યકિતએ MyGov.in પર એકાઉન્ટ બનાવવાનું રહેશે. જો એન્ટ્રી સિલેકટ થશે તો આ જ એકાઉન્ટ થકી રેલ્વે ડિપાર્ટમેન્ટ તમને સંપર્ક કરશે. પસંદગી પામેલા ફોટોગ્રાફસ રેલ્વે પ્રદર્શનીમાં તેમ જ વેબસાઇટ અને સોશ્યલ મીડીયા પર શેર કરવામાં આવશે. ચાલતા રેલ્વે એન્જીન પાસે લીધેલી તસ્વીરો કે ટ્રેક પર ઉભા રહીને લીધેલી તસ્વીરો રિજેકટ કરવામાં આવશે.

(2:05 pm IST)