News of Saturday, 10th February 2018

સદનમાં વડાપ્રધાન મહિલાઓનું અપમાન કરશે તો રસ્તા ઉપર શું થશેઃ રેણુકા

એક અહેવાલ અનુસાર, કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ જણાવ્યું કે,  સદનમાં દેશના વડાપ્રધાન એક મહિલાને બેઈજ્જત કરે છે, તો રસ્તા ઉપર મહિલાઓના શું હાલ થશે : ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણ દરમિયાન રેણુકા ચૌધરીના હસવાને 'રામાયણ સીરિયલ બાદ પહેલીવાર આવુ હસવુ સાંભળ્યુ' એવુ કહ્યું હતું

 

 

(2:04 pm IST)
  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST