Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ત્રીજા કવાર્ટરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરી ૨૪૧૬ કરોડ રૂપિયાની તોતિંગ ખોટ

પાછલા વર્ષે ત્રીજા કવાર્ટરમાં ૨૬૧૦ કરોડનો ચોખ્ખો નફો થયો હતો

નવી દિલ્હી તા. ૧૦ : દેશની સૌથી મોટી બેંક - સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ગયા વર્ષના સમાન ગાળામાં થયેલા ૨૬૧૦ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની સ્થિતિમાંથી ગયા ઓકટોબર - ડિસેમ્બરના ગાળામાં ૨૪૧૬.૩૭ કરોડ રૂપિયાની ખોટની સ્થિતિમાં આવી ગઇ હતી.

વર્ષાનુવર્ષ ધોરણે બેંકની પ્રોવિઝન્સ એન્ડ કન્ટિન્જન્સી ૧૧૧ ટકા વધીને ૧૮,૮૭૬.૨૧ કરોડ રૂપિયાની થઇ છે. પાછલા વર્ષે આ જ ગાળામાં એનું પ્રમાણ ૮૯૪૨.૮૩ કરોડ રૂપિયા હતું.

બેંકની કુલ નોન પર્ફોર્મિંગ એસેટ્સ ગયા વર્ષના ૧.૦૮ લાખ કરોડથી વધીને ૧.૯૯ લાખ કરોડ રૂપિયા થઇ છે.

વર્તમાન નાણાકીય વર્ષના બીજા કવોર્ટરમાં એનું પ્રમાણ ૧.૮૬ લાખ કરોડ રૂપિયા હતું.

બેંકની વ્યાજની ચોખ્ખી આવક વર્ષાનુવર્ષ ધોરણે ૨૬.૮૮ ટકા વધીને ૧૮,૬૮૭.૫૭ કરોડ રૂપિયા થઇ છે.

સમીક્ષા હેઠળના કવોર્ટરમાં કુલ નોન પર્ફોર્મિંગ એસેટ્સ ધિરાણના ૧૦.૩૫ ટકા સુધી આવી ગઇ છે. આ જ રીતે ચોખ્ખી નોન પર્ફોર્મિંગ એસેટ્સ ૫.૬૧ ટકા થઇ ગઇ છે.(૨૧.૯)

(11:51 am IST)