News of Friday, 9th February 2018

આંધ્રપ્રદેશના સમર્થનમાં હવે રાહુલ ગાંધી પણ ઉતરી ગયા

ચંદ્રબાબુ નાયડુના સમર્થનમાં રાહુલ ગાંધી આવ્યા : ભાજપ અને ટીડીપી વચ્ચે ખેંચતાણનો લાભ લેવા પ્રયાસ

નવીદિલ્હી,તા. ૯ : બજેટમાં આંધ્રપ્રદેશને વધુ ફાળવણી ન કરાતા નારાજ થયેલા ચંદ્રબાબુ નાયડુને રાહુલ ગાંધીના રુપમાં વધુ એક સમર્થક મળી ગયા છે. બજેટ સત્રના પ્રથમ સેશનમાં છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીનું સમર્થન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, આ વર્ષના અંતમાં આંધ્રપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ટીડીપી અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો લાભ લેવાના પ્રયાસ કોંગ્રેસે પણ શરૂ કરી દીધા છે. રાહુલ ગાંધી ટીડીપીના સમર્થનમાં દેખાઈ રહ્યા છે. ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના વિકલ્પો ચકાસી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આંધ્રપ્રદેશની પ્રજાની વાજબી માંગની સાથે કોંગ્રેસ પાર્ટી રહેલી છે. રાજ્યોને ખાસ રાજ્યનો દરજ્જો મળે અને પોલાવરમ પ્રોજેક્ટ વહેલીતકે પૂર્ણ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. આ માંગને લઇને કોંગ્રેસ પાર્ટી આંધ્રપ્રદેશની પ્રજા સાથે છે. આ એવો સમય છે કે જ્યારે તમામ પાર્ટીના લોકો એકમત થઇને ન્યાય માટે સમર્થન કરે તે જરૂરી છે. આ વર્ષના કેન્દ્રીય બજેટથી ટીડીપ નાખુશ છે અને કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ પણ કરી ચુકી છે. બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ ટીડીપી અને ભાજપ વચ્ચે ખેંચતામ દેખાઈ હતી. મતભેદો હોવાની કબૂલાત વચ્ચે ટીડીપીની બેઠક મળી હતી જેમાં એનડીએની સાથે રહેવાનો નિર્ણય કરાયો હતો પરંતુ મતભેદો હોવાની વાત કબૂલ કરવામાં આવી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપની સાથે ગઠબંધન તોડી નાંખવા ટીડીપી યોજના બનાવી રહી હોવાના અહેવાલ હાલમાં જ આવ્યા હતા. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ફોન પર ભાજપથી અલગ થઇને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે પણ ફોન પર વાતચીત કરી હતી.

(8:29 pm IST)
  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST