Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ચક્રવાતી વાવાઝોડું ‘મેન્ડૂસ’ વધુ ખતરનાક બન્યું :ભારે વરસાદની ચેતવણી:અનેક શહેરોમાં સ્કૂલ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય

-તમિલનાડુ સરકારે NDRF અને રાજ્ય સુરક્ષા દળની 12 ટીમને 10 જિલ્લામાં તહેનાત કરી

નવી દિલ્હી :ચક્રવાતી વાવાઝોડું ‘મેન્ડૂસ’ વધુ ખતરનાક બની ગયું છે. ભારે વરસાદની ચેતવણી બાદ અનેક શહેરોમાં સ્કૂલ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ ભારતના અનેક શહેરમાં આ ચક્રવાત કહેર વરસાવી શકે છે.

  આ વાવાઝોડું 9 ડિસેમ્બરે ચેન્નાઈ કાંઠે ટકરાવવાની શક્યતા છે. જેનાથી તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આગમી 48 કલાકમાં આ વાવાઝોડું વધુ ખતરનાક બની શકે છે. તમિલનાડુ સરકારે કહ્યું કે NDRF અને રાજ્ય સુરક્ષા દળની 12 ટીમને 10 જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીની ઉપર બનેલું આ દબાણ હવે ભારે ચક્રવાત વાવાઝોડામાં છે. કરાઇકલથી લગભગ 420 કિલોમીટર પર ચક્રવાતી વાવાઝોડું મેન્ડૂસ આવતીકાલ સાંજ સુધી તેજ થઈ શકે છે. વાવાઝોડું 9 ડિસેમ્બરે મોડી રાતની આસપાસ મહાબલીપુરમ નજીક ઉત્તર તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરી અને શ્રીહરિકોટમાં પ્રભાવિત થઈ શકે છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડું મેન્ડૂસના પૂર્વાનુમાનના આધારે ચેન્નાઈ, કુડ્ડાલોર, વિલ્લુપુરમ, કાંચીપુરમની તમામ સ્કૂલ અને કોલેજને 9 ડિસેમ્બર 2022ને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ શહેરોમાં છેલ્લાં કેટલાંક દિવસથી હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ-કોલેજમાં રજા આપી દેવાઈ છે.

આ પહેલા મુથુપેટ દરગાહમાં કંદૂરી વિઝાને ધ્યાનમાં રાખીને 5 ડિસેમ્બરે તિરુવરુર જિલ્લાની સ્કૂલ બંધ હતી. 7 ડિસેમ્બરે તમિલનાડુની તિરુવરુર, તંજાવુર જિલ્લામાં સ્કૂલ બંધ હતા. 8 ડિસેમ્બરે પણ અનેક જિલ્લામાં સ્કૂલ બંધ હતી, ત્યારે હવે આજે 9 ડિસેમ્બરે પણ વિદ્યાર્થીની રજાની જાહેરાત કરવામાં આવી છે

(9:11 pm IST)