Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઘરના દેખાવને બચાવવા એશિયન પેઈન્ટસનું હવે એપેક્સ ડસ્કપ્રૂફ

એશિયન પેઈન્ટ્સે નવી રસપ્રદ જાહેરાત રજૂ કરી : ટીવીસીમાં દંપતીનો લગ્ન સમારંભ બતાવવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૯ : ઘરની બહારી દીવાલોને મોટે ભાગે ગરમી, ધૂળ અને કપરા હવામાનની સ્થિતિઓનો સામનો કરવો પડતો હોવાથી તે ઝાંખી પડવા અથવા ઘસારા પડે ત્યારે દીવાલ કદરૃપી બની જાય છે. એશિયન પેઈન્ટ્સનું એપેક્સ ડસ્કપ્રૂફ ઘરની બહારી દીવાલોના સૌંદર્યને કોઈ પણ નુકસાન કે હાનિથી નિવારવા માટે સર્વ બાબતોને આવરી લે છે.

આ પેઈન્ટ અને ડેકોર દિગ્ગજ દ્વારા નવી કેમ્પેઈન સૂઝબૂઝપૂર્વક આ મુદ્દો લઈને આવી છે. આ કમર્શિયલ એશિયન પેઈન્ટ્સનું એપેક્સ ડસ્ટપ્રૂફ ઈમલ્ઝન કઈ રીતે કોઈ પણ ધૂળના વાવાઝોડા સામે લડવા અને કપરી હવામાનની સ્થિતિઓથી ઘરની દીવાલોને બચાવવા માટેનું આખરી પેઈન્ટ સમાધાન છે. તે લગાવવાથી ઘરને ખરાબ હવામાનની સ્થિતિઓ સામે કવચ મળે છે, જેને લીધે તે વર્ષભર નવું અને ચકમકતું રહે છે.

ટીવીસીમાં દંપતીનો લગ્ન સમારંભ બતાવવામાં આવ્યો છે, જેમાં નવવધૂ ઘરમાં પ્રવેશ કરતાં જ અણધાર્યું ધૂળનું વાવાઝોડું ત્રાટકે છે, પરંતુ એપેક્સ ડસ્ટપ્રૂફ આવીને દિવસ કઈ રીતે બચાવી લે છે તે દર્શાવે છે. આ અવ્વલ પ્રોડક્ટ ધૂળને દીવાલો પર સ્થાયી થવા દેતી નથી અને તેની ડસ્ટ પિક-અપ રેઝિસ્ટન્સ (ડીપીયુઆર)ને લીધે લાંબા સમય સુધી પેઈન્ટ જળવાઈ રહે છે. એશિયન પેઈનટ્?સ રમૂજના સ્પર્શ સાથે કમર્શિયલમાં આ પરિમાણને આલેખિત કરીને તેને અસલ અને હૃદયસ્પર્શી બનાવે છે. આ પાણી આધારિત બહારી દીવાલનું ફિનિશ ૫ વર્ષની પરફોર્મન્સ ગેરન્ટી આપે છે.

નવી ટીવીસી વિશે બોલતાં એશિયન પેઈન્ટ્સ લિમિટેડના એમડી અને સીઈઓ અમિત સિંગલેએ જણાવ્યું હતું કે, દરેક નાગરિકો તેમના જીવનમાં તેમનાં ઘરોના સૌંદર્યને જાળવી રાખવાનો વ્યક્તિગત પ્રયાસ કરે છે. જોકે ધૂળ જમા થવાથી ઘરની બહારી દીવાલો ખરાબ થઈને રંગ ઝાંખો પડી જાય છે.

એશિયન પેઈન્ટ્સના એપેક્સ ડસ્ટપ્રૂફ સાથે ગ્રાહકો ઘરની બહારી દીવાલોનું સૌંદર્ય લાંબા સમય સુધી જાળવી રાખીને ધૂળની અસરથી તેનું રક્ષણ કરી શકે છે. એપેક્સ ડસ્ટપ્રૂફ માટે નવી ફિલ્મ થકી આ પ્રોડક્ટ પરિમાણ રમૂજી રીતે વહેતું કરાયું છે.

ઓગિલ્વી મુંબઈના ચીફ ક્રિયેટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું હતું કે, ફિલ્મ ધૂળ પર રમૂજી રીતે ટિપ્પણી કરે છે. વાર્તાની પાર્શ્વભૂ લગ્ન સમારંભ છે, જ્યાં ધૂળને કારણે બધું જ બરબાદ થઈ જશે એવું લાગતું હોય છે. અહીં જ એશિયન પેઈન્ટ્સનું એપેક્સ ડસ્ટ પ્રૂફ બચાવમાં આવે છે અને દિવસ અને લગ્ન પણ બચાવી લે છે.

(8:13 pm IST)