Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વાવાઝોડું ‘મંડૂસ'ના પગલે તામિલનાડુમાં એલર્ટ જાહેર

ભારે વરસાદની ચેતવણી વચ્‍ચે ૧૨ જીલ્લામાં શાળા કોલેજો બંધ એન ડી આર એફની ૧૦ ટીમો તહેનાત

ચેન્નઇઃ હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પヘમિ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મંડૂસની અસરના કારણે તમિલનાડુમાં એલર્ટ જાહેર કરવામાં આવ્‍યુ છે. તમિલનાડુમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. તમિલનાડુ સરકારે કહયુ કે એનડીઆરએફ અને રાજયના લગભગ ૪૦૦ કર્મચારીઓવાળી ૧૨ ટીમોને ડેલ્‍ટા ક્ષેત્રમાં નાગપટ્ટનમ, તાંજાવુર, ચેન્નઇ સહિત ૧૦ જીલ્‍લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. જયારે કેટલાક જીલ્‍લાઓમાં શાળા-કોલેજો બંધ કરી દેવાઇ છે.

આંધ્ર પ્રદેશના મુખ્‍ય પ્રધાન જગન મોહન રેડ્ડીએ બંગાળની ખાડીમાં ઉભા થયેલ ચક્રવાતી તોફાનને ધ્‍યાનમાં રાખીને વિભીન્ન જીલ્‍લાઓના કલેકટરોને સાવચેત રહેવાના આદેશ આપ્‍યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજયના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ચક્રવાત મંડુસ ૯ ડીસેમ્‍બરની મધરાતે આંધ્ર પ્રદેશમાં પોંડીચેરી અને શ્રીહરીકોટા વચ્‍ચે પસાર થવાની શકયતા છે.

(3:41 pm IST)