Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનું રાજીનામું: ૧૨મીએ શપથવિધિ સમારોહ

આજે બપોરે મુખ્‍યમંત્રી પટેલ રાજયપાલને મળ્‍યાઃ સોંપ્‍યું રાજીનામુઃ નવી સરકાર રચવાનો માર્ગ મોકળો : ભુપેન્‍દ્રભાઇ ૧૨મીએ બીજી ટર્મ માટે શપથગ્રહણ કરશે : કાલે કમલમ ખાતે ભાજપના ધારાસભ્‍ય દળની બેઠક : નેતાપદે ચૂંટાશે

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ આજે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજ્‍યપાલને મળી રાજીનામું સોંપ્‍યું છે. જોકે ભૂપેન્‍દ્રભાઇ પટેલના મુખ્‍યમંત્રી પદેથી રાજીનામુ આપ્‍યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે.

રાજ્‍યમાં ભાજપે મેળવેલી ભવ્‍ય જીત બાદ  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને તેમની કેબિનેટ આજે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્‍યું હતું . આ સમયે મુખ્‍યમંત્રી સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ  તેમજ પંકદ દેસાઇ પણ ઉપસ્‍થિત હતા.  રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતે તમામના રાજીનામાનો સ્‍વીકાર કર્યો હતો. નવી સરકારની શપથ વિધી ૧૨ ડિસેમ્‍બરના રોજ ગાંધીનગરમાં  વિધાનસભાના ગ્રાઉન્‍ડમાં  શપથ વિધી  સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું  છે.

મુખ્‍યમંત્રી ૧૨ ડિસેમ્‍બરે  રાજ્‍યના બીજી વારના મુખ્‍યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વર્તમાન  વિધાનસભાને વિસર્જિત કરીને નવી સરકારની રચના કરવામાં આવશે. વર્તમાન  વિધાનસભાનો  કાર્યકાળ જાન્‍યુઆરી સુધીનો છે. આ શપથ વિધી સમારંભમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી , કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ સહિત ભાજપના  દિગ્‍ગજ નેતાઓ ઉપસ્‍થિત રહેશે. તેમજ ભાજપ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રી પણ શપથ વિધી સમારંભમાં ઉપસ્‍થિત રહેશે.

ગુજરાત ભાજપ દ્વારા હવે પ્રચંડ જીત બાદ સરકાર રચવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે હવે આગામી દિવસોમાં ધારાસભ્‍ય દળની બેઠકને લઈ નિર્ણય થશે. આ સાથે પાર્ટી હાઈકમાન્‍ડ અને PMO સાથે ચર્ચા થશે. આ તરફ ગાંધીનગરમાં નવી સરકારની શપથ વિધિ માટેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્‍ડ ખાતે અધિકારીઓ દ્વારા સ્‍થળનું કરવામાં નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. કાલે ૧૦ વાગ્‍યે ગાંધીનગર કમલમમાં ભાજપના ધારાસભ્‍યોની બેઠક યોજાશે.

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ હવે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે આજે રાજ્‍યપાલની મુલાકાત લઈ રાજીનામું આપી દીધું છે. આ તરફ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્‍ય દળની બેઠક મળશે.

ભાજપની ભવ્‍ય જીતની કમલમમાં ભવ્‍ય ઉજવણી કરવામા આવી હતી. જીત બાદ સીઆર પાટીલ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્‍યા હતા. જે બાદમાં ૧૨ ડિસેમ્‍બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઑ હતી. પણ હવે આજે સવારે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્‍ડ પર શપથવિધિ સમારોહના સ્‍થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીએમ નરેન્‍દ્રભાઇ મોદી અને ગળહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને ૧૨મીએ ભૂપેન્‍દ્રભાઇ પટેલ જ મુખ્‍યમંત્રી પદના શપથ લેશે.

(3:29 pm IST)